રાષ્ટ્રીય

સોનાલી ફોગાટના ઘરેથી મળેલી ત્રણ લાલ ડાયરીથી શું ?..મોતનું રાઝ ખુલી શકે ખરા?..

હરિયાણા ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ગોવામાં શૂટિંગ માટે ગઈ હતી. ૨૩ ઓગસ્ટની સવારે તેને તબીયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. શરૂઆતમાં ડોક્ટરોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના નિશાન જાેવા મળ્યાં છે. ગોવા પોલીસે આ કેસમાં સોનાલીના પીએ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. હરિયાણા ભાજપની નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મોત મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રો પ્રમાણે સોનાલી ફોગાટના ઘરેથી જે ત્રણ લાલ ડાયરીઓ મળી છે, તેનાથી અભિનેત્રીના મોતનું રાઝ ખુલી શકે છે.

આ ડાયરીઓમાં સોનાલીના પીએ સુધીર સાંગવાનને આપવામાં આવેલા પૈસાનું વહીખાતું છે એટલે કે જે પૈસા સોનાલીએ સુધીરને આપ્યા, તે પૈસા સુધીરે આગળ ક્યાં-ક્યાં આપ્યા તે વાતનો ઉલ્લેખ છે. આ ડાયરીમાં હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા રોકાણના પૈસાનો પણ ઉલ્લેખ છે. ડાયરીમાં સોનાલી ફોગાટની અપોઈન્ટમેન્ટ વિશે પણ લખ્યું છે. આ સિવાય સોનાલીની આવક અને ખરચાનો પણ ઉલ્લેખ છે. સાથે કેટલાક અધિકારીઓના નામ, નંબર અને સોનાલીની સાથે કામ કરનાર કાર્યકર્તાઓના નંબર અને નામ નોંધાયેલા છે. આ સિવાય જે લોકર ગોવા પોલીસે સીલ કર્યું છે તેને પોલીસ ખોલી શકી નથી. હકીકતમાં તે ડિજિટલ લોકર હતું, તેમાં પાસવર્ડ લાગેલો હતો અને તે પાસવર્ડ સોનાલી જાણતી હતી. તેના પાસવર્ડ વિશે કોઈને જાણકારી નથી. આ કારણે પોલીસે તેને સીલ કરી દીધું છે.

Related Posts