fbpx
અમરેલી

સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ ગઇ તા .૦૬ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ થી તા .૧૩ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ દરમ્યાન અમરેલી , ગજેરાપરા , પ્રવિણભાઈ બાબુભાઈ હિરપરાના મકાનમાં રહેતા કલ્પેશભાઈ વિનોદભાઈ દેસાઈ , ઉ.વ .૩૫ , ધંધો મોટર રીવાઈડીંગ , મુળ રહે.ધરાળા , તા.ગોંડલ જી.રાજકોટ , હાલ રહે . અમરેલી , ગજેરાપરા , પ્રવિણભાઇ બાબુભાઇ હિરપરાના મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમ ગેકા . રીતે પ્રવેશ કરી બેડના ખાનામાં સુટકેસ અંદર રાખેલ સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત આશરે રૂ .૧,૫૮,૦૦૦ / – ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય , જે અંગે કલ્પેશભાઇ વિનોદભાઇ દેસાઇ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૭૩૭/૨૦૨૨ ઇ.પી. કો.કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું .

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમ્યાન અમરેલી બસ સ્ટેશન પાસેથી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ તે પૈકીનો મુદ્દામાલ મળી આવતાં પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીઃ ઘનશ્યામ પ્રવિણભાઇ હિરપરા , ઉ.વ .૨૯ , રહે.અમરેલી , ગજેરાપરા , સાવરકુંડલા રોડ , શેરી નં .૧ , તા.જી.અમરેલી

→ પકડાયેલ મુદ્દામાલ સોનાના પેન્ડલ નંગ -૦૨ વજન આશરે ૨.૭૮૦ ગ્રામ આશરે કિં.રૂ .૧૩,૩૪૪ / – તથા સોનાનો પટ્ટી ચેઇન નંગ -૦૧ વજન આશરે ૯.૨૭૦ ગ્રામ આશરે કિં.રૂ .૪૪,૪૯૬ / – તથા સોનાનો લડીઝ ચેઇન નંગ -૦૧ વજન આશરે ૧૨.૭૫૦ ગ્રામ આશરે કિં.રૂ .૬૧,૨૦૦ / – તથા સોનાની હીરા વાળી વિટી નંગ -૦૧ વજન આશરે ૪.૮૫૦ ગ્રામ આશરે કિં.રૂ .૨૩,૨૮૦ / – તથા સોનાની ટોપા વિટી નંગ -૦૪ વજન આશરે ૫.૩૨૦ ગ્રામ આશરે કિં.રૂ .૨૫,૫૩૬ / – તથા સોનાની નાકની ચુક નંગ -૦૫ વજન આશરે ૦.૬૭૦ ગ્રામ આશરે કિં.રૂ .૩,૨૧૬ / – તથા ચાંદીના છડા જોડ નંગ -૦૧ વજન આશરે ૧૮૫ ગ્રામ આશરે કિં.રૂ .૧૦,૭૩૦ / – મળી કુલ કિં . રૂ . ૧,૮૧,૮૦૨ / -નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts