એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢ એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(છત્નન્ ॅિર્ॅીિંૈીજ)ની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ઈડ્ઢ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મૂજબ, ૭૫૧.૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઈડ્ઢએ ૨૬ જૂન, ૨૦૧૪ ના આદેશને લઈ ખાનગી ફરિયાદને ધ્યાનમાં લીધા બાદ દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રક્રિયાના આધારે મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી..
આ દરમિયાન કોર્ટે માન્યું કે યંગ ઈન્ડિયા સહિત ૭ આરોપીએ પ્રથમ દ્રષ્ટીએ ૈંઁઝ્ર ની કલમ ૪૦૬ હેઠળ વિશ્વાસનો ભંગ, ૈંઁઝ્ર ની કલમ ૪૦૩ હેઠળ સંપત્તિ અને કલમ ૧૨૦મ્ હેઠળ ગુનાહિત કાવતરું, ૈંઁઝ્ર ની કલમ ૪૨૦ હેઠળ છેતરપિંડી અને અપ્રમાણિકતાથી સંપત્તિની ડિલિવરી માટે પ્રેરિત કરવા અને સંપત્તિનો દુરૂપયોગ કરવાનો આરોપ છે.. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી પર કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. અભિષેક મનુ સિંઘવીએ ઠ પર લખ્યું હતું કે, ઈડી દ્વારા છત્નન્ મિલકતો જપ્ત કરવાના સમાચાર દરેક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીમાં હાર પરથી ધ્યાન હટાવવાની તેમની નિરાશા દર્શાવે છે. ઁસ્ન્છ ની કાર્યવાહી માત્ર પ્રિડિકેટ અથવા મુખ્ય ગુનાના પરિણામે થઈ શકે છે. કોઈપણ સ્થાવર મિલકતનું ટ્રાન્સફર થયું નથી. રૂપિયાની કોઈ લેનદેન નથી. ગુના દ્વારા કોઈ આવક નથી. હકીકતમાં છેતરપિંડી થઈ હોવાનો દાવો કરનાર કોઈ ફરિયાદી નથી કે તેમની સાથે કોઈ ફ્રોડ થયું હોય.
Recent Comments