ઉદયપુરમાં ચાલી રહેલ કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિરની વેલકમ સ્પીચમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, પાર્ટીએ અમને ઘણું બધુ શીખવાડ્યું છે, હવે કરજ ઉતારવાનો સમય છે. સોનિયાએ કોંગ્રેસના મોટા નેતાઓનો ત્યાગ કરી પાર્ટીના હિતમાં કામ કરવાની સલાહ આપી છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં કહેવામાં આવેત વાતને આજે મેં ફરી કહી છે. કહ્યું કે, એવો સમય આવ્યો છે કે, આપણે સંગઠનના હિતમાં વધુ કામ કરવું પડશે. સૌને આગ્રહ કર્યો કે, ખુલીને તમારા વિચાર રાખો, પરંતુ બહાર માત્ર એકજ સંદેશો જવો જોઈએ સંગઠનની મજબૂતી, મજબૂત નિશ્ચય અને એકતાનો.
સોનિયાએ કહ્યું કે, અમને મળેલ વિફળતાઓથી અમે અજાણ નથી. સંઘર્ષ અને કઠણ પરિસ્થિતિમાં જે આપણે આગળ કરવાનું છે. લોકોની આશાથી અમે અજાણ નથી. આપણે એ નિશ્ચય લેવા એકઠા થયા છીએ, આપણે દેશની રાજનીતિમાં પોતાની પાર્ટીને તે જ ભૂમિકામાં લઈ આવશું જે સદૈવ નિભાવી છે, જે ભૂમિકાની આશા આ બગડતા સમયમાં દેશની જનતા કરે છે. અમે આત્મનિરિક્ષણ કરી રહ્યા છીએ. નક્કી કરો કે, અહીંથી નિકળીએ તો એક નવો આત્મવિશ્વાસ અને કમિટમેંટથી પ્રેરિત થઈને નિકળશું.
બીજેપી દેશમાં ડર -અસુરક્ષાનો માહોલ પેદા કરી રહી છે
સોનિયાએ બીજેપી અને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. કહ્યું કે, બીજેપી-કેન્દ્ર સરકાર દેશમાં ડર અને અસુરક્ષાનો માહોલ પેદા કરી રહી છે. અલ્પસંખ્યકોને ડરાવવામાં આવી રહ્યા છે. ધર્મના નામ પર પોલરાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. અલ્પસંખ્યક અમારા દેશમાં બરાબરના નાગરિક છે. તે આપણી જૂની બહુલવાદી કલ્ચરના પરિચાયક છે. વિવિધતામાં એકતા એ આપણી ઓળખ રહી છે.
સોનિયાએ કહ્યું કે, આજે રાજનૈતિક વિરોધીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈતિહાસને ફરીથી લખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં પંડિત નેહરુના યોગદાન અને દેશ માટે ત્યાગને યોજનાબદ્ધ રીતે ઓછી કરીને બતાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ લોકો મહાત્મા ગાંધીના હત્યારાનું મહિમામંડન કરી રહ્યા છે અને ગાંધીના સિદ્ધાંતોને મિટાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, દેશના જૂના મૂલ્યોને ખતમ કરવામાં આવી રહ્યા છે. દલિત આદિવાસી અને મહિલાઓમાં અસુરક્ષાનો માહોલ છે. દેશમાં ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં લોકોને લડાવવાનો બીજેપી સતત પ્રયાસ કરી રહી છે.
ગેહલોતનો આરોપ-ખોટું બોલે છે ભાજપ, આરએસએસ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, દેશમાં સ્થિતિ બગડી રહી છે. કોંગ્રેસ સહિત 13 વિપક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું કે, શાંતિની અપીલ કરો. તેમનામાં નૈતિક સાહસ જ નથી. તેઓને શરમ આવતી નથી. એટલા બેશર્મ લોકો છે કે પૂછે છે કે કોંગ્રેસનું શું કર્યું ? કોંગ્રેસનો ઈતિહાસ, કોંગ્રેસના સિદ્ધાંત દેશના ડીએનએની જેમ છે. પૂરા દેશે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નિર્ણય જોયા છે. અમે સૂચનાનો, ખાદ્ય સુરક્ષાનો અધિકાર આપ્યો છે. અમે કામ કરીએ છીએ. માર્કેટિંગ નથી કરતા. તેઓ ખોટા લોકો છે. કામ કાંઈ કરતા નથી. આરએસએસ અને બીજેપીના ફાંસિસ્ટ લોકો માત્ર વાત કરે છે. આ નવ સંકલ્પ ચિંતન શિબિર ખૂબ ખાસ છે. અમે ત્રણ દિવસ સુધી મીટિંગ કરીશું ઉંડાણ પૂર્વક વાત કરશું. જે નિર્ણય થશે તે નવા સંકલ્પ સાથે આગળ વધારવાનો હશે. અમે દેશની જનતા સુધી અમારી ભાવના પહોંચાડવાના પ્રયત્નો કરશું.
Recent Comments