કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત થયા છે, તેમણે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે સામાન્ય લક્ષણ બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જ્યા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, મે સામાન્ય લક્ષણ બાદ COVID-19નો ટેસ્ટ કરાવ્યો છે. તમામ પ્રોટોકોલનું પાલન કરતા મે ખુદને હોમ ક્વોરન્ટાઇન કરી લીધો છે. હું તમામ લોકોને અનુરોધ કરીશ જે મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ જરૂરી સાવધાની રાખે.
યુપી કોંગ્રેસ તરફથી 1 અન 2 જૂને આયોજિત બે દિવસીય નવસંકલ્પ કાર્યશાળા હતી પરંતુ પ્રિયંકા ગાંધી તેમાં સામેલ થયા નહતા. પ્રથમ દિવસે કાર્યક્રમમાં બાગ લીધા બાદ બુધવાર રાત્રે અચાનક તે દિલ્હી આવી ગયા હતા. કોંગ્રેસના પદાધિકારીઓનું કહેવુ હતુ કે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હી પરત જતા રહ્યા છે, તેમણે બુધવાર રાત્રે પાર્ટી અને જિલ્લા અને શહેરના અધ્યક્ષ અને ગુરૂવારે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારો સાથે મુલાકાત કરવાની હતી.
સોનિયા ગાંધી પણ કોરોના પોઝિટિવ
મહત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેની જાણકારી આપી હતી. સુરજેવાલાએ જણાવ્યુ કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થઇ ગયા છે.
Recent Comments