fbpx
ગુજરાત

સોનીપુરા પાસે ટ્રકચાલકે બ્રેક મારતા કંડક્ટર નીચે પટકાતાં કચડાઈ જતા મોત નીપજ્યું

કપડવંજમાં રાત્રીના સાડા અગિયારની આસપાસ સોનીપુરા ફાટક આગળ એક ટ્રક ટ્રેલર આગળ ચાલતી હતી. આગળના ટ્રક ચાલકે બ્રેક મારતા ટ્રેલરની બ્રેક નહીં લાગતા અને ટ્રકની ઓવરટેક કરવા જતા બમ્પ પર ટ્રેલર પછડાતા તેના કેબીનમાં કંટક્ટર સાઇડ બેઠેલ જીતેન્દ્રસિંગની બારી ખુલી જતા તેઓ ઉછળીને પડ્યા એજ જગ્યાએ ટ્રેલરનું પાછળનું વ્હીલ માથા તથા છાતીના ભાગે ચઢી જતા ગંભીર ઇજા થતા તેમનું મોત થવા પામ્યું હતું. આ બાબતે વિનોદસિંગે ૧૦૦ નંબર પર ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

કપડવંજ પાસે સોનીપુરા ફાટક આગળ ફરિયાદી આરોપીએ પોતાનું વાહન ટ્રક ટ્રેલર બેફીકરાઇ રીતે હંકારી આગળ જતા વાહનનો ઓવરટેક કરવા જતા ટ્રેલર બમ્પર પર પછડાતા બેઠેલા કંટક્ટર નીચે પડી જતા મોત થતા ગુના કર્યા બાબતે કપડવંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મૂળ રાજસ્થાનના વિનોદ સિંગ રાવત ઉ.૨૫ તેમની અશોક લેલન ટ્રક ટ્રેલર નં.આર.જે.૩૬.જી.એ.૫૩૭૯માં સિમેન્ટના પતરા ભરીને તેમના જ ગામના કંટક્ટર જીતેન્દ્રસીંગ રાવતની સાથે ભરૂચના દહેજ મુકામે પતરા ખાલી કરવા જવાનું હોઇ તેઓ કપડવંજ તરફ જતા હતા.

Follow Me:

Related Posts