fbpx
અમરેલી

સોનું ખરીદવાના બહાને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી , દુકાનદારની નજર ચુકવી , સોનાના ઘરેણાઓની ચોરી કરતાં દંપતીને ચોરી કરેલ સોનાના ઘરેણાં મળી કુલ કિં.રૂ .૧,૬૫,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડતી અમરેલી

એલ.સી.બી. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું . ગઇ કાલ તા .૦૪ / ૦૬ / ૨૦૨૨ ના રોજ અમરેલી શહેરમાં આવેલ બાલમુકુંદ જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા સ્ત્રી પુરૂષ આવેલ અને સોનાનો સેટ ખરીદવાના બહાને ઘરેણાઓ જોઇ , દુકાનદારની નજર ચુકવી , સોનાનો સેટ જેમાં સોનાનો એક હાર તથા સોનાની બુટી જોડી -૧ મળી કુલ કિં. રૂ .૧,૫૦,૦૦૦ / – ની ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે અમરેલી સીટી પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૨૦૫૪૭૨૦૨૨ / , IPC કલમ ૩૮૦ , ૧૧૪ મુજબનો ગુનો રજી . થયેલ હતો . ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજનો અભ્યાસ કરવામાં આવેલ અને ઉપરોક્ત ચોરી કરનાર આરોપી સ્ત્રી – પુરૂષ સી.સી.ટી.વી. કેમેરામાં દેખાઇ આવેલ હોય , આ અજાણ્યા સ્ત્રી પુરૂષ અંગે ચોક્કસ બાતમી મેળવી , આજરોજ અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસેથી આ ચોરી કરનાર આરોપી સ્ત્રી – પુરૂષને પકડી પાડી , તેમની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના ઘરેણાં રીકવર કરી , તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી , અમરેલી સીટી પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . 

♦

 પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) કમલેશભાઇ ઉર્ફે રાજા થાવરભાઇ રંગવાણી , ઉં.વ .૫૨ , ધંધો – ડ્રાઇવિંગ , રહે.અમદાવાદ , એણાસણ , દેહગામ રોડ , મહાકાલી માતાના મંદિરની બાજુમાં , તા.જિ.અમદાવાદ . ( ૨ ) પુનમબેન ઉર્ફે પુર્ણીમા કમલેશભાઇ ઉર્ફે રાજા થાવરભાઇ રંગવાણી , ઉં.વ .૫૨ , ધંધો – ડ્રાઇવિંગ , રહે.અમદાવાદ , એણાસણ , દેહગામ રોડ , મહાકાલી માતાના મંદીરની બાજુમાં , તા.જિ.અમદાવાદ .  છ પકડાયેલ મુદ્દામાલઃ એક સાદો પ્લેન ટીલી વાળો સોનાનો હાર તથા સોનાની બુટી જોડ -૦૧ , જેનું વજન આશરે ૩૦.૪૫૦ ગ્રામ , મળી કુલ કિં .૩,૧,૬૫,૦૦૦ / – નો મુદ્દામાલ . → પકડાયેલ દંપતીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ દંપતીએ ગુજરાત રાજ્યના અમરેલી સહિત અમદાવાદ , મહેસાણા , સાબરકાંઠા , ગાંધીનગર જિલ્લાઓમાં તથા રાજસ્થાન રાજ્યના કોટા , ભીલવાડા , બીકાનેર , જયપુર જેવા જુદા જુદા શહેરોમાં ચોરીઓ કરેલ હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે . પકડાયેલ દંપતી વિરૂધ્ધ ગુજરાત રાજ્યમાં રજી . થયેલ ગુનાઓની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે . ( ૧ ) અમદાવાદ ગ્રામ્ય સાણંદ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૮૯/૨૦૧૯ , IPC કલમ ૩૮૦ , ૧૧૪ ( ૨ ) અમદાવાદ ગ્રામ્ય દેત્રોજ પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૨૦૧૭૨૦૦૧૩૮ / ૨૦૨૦ , IPC કલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ ( ૩ ) અમદાવાદ શહેર ક્રિષ્નાનગર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૧૦૦૬૮/૨૦૨૧ , IPC કલમ ૩૭૯ , ૧૧૪ ( ૪ ) અમદાવાદ શહેર રામોલ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૧૧૪૧૫/૨૦૨૧ , IPC કલમ ૩૮૦ ( ૫ ) અમદાવાદ શહેર વેજલપુર પો.સ્ટે . ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૮૨૦૧૯૦૪૪૨૦૨૦ , IPC કલમ ૩૭૯ , ૧૧૪ ( ૬ ) અમદાવાદ શહેર એલિસબ્રિજ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૭૭/૨૦૧૯ , IPC કલમ ૩૭૯ ( ૭ ) અમદાવાદ શહેર રામોલ પો.સ્ટે . ગુ.ર.નં , ૧૧૧૯૧૦૨૪૨૧૧૪૧૬/૨૦૨૧ , IPC કલમ ૩૮૦ ( ૮ ) મહેસાણા તાલુકા પો.સ્ટે . ગુ.ર.નં , ૧૧૨૦૬૦૪૩૨૦૧૫૯૧/૨૦૨૦ , IPC કલમ ૩૮૦ , ૧૧૪ ( ૯ ) મહેસાણા તાલુકા પો , સ્ટે . ગુ.ર , નં . ૧૧૨૦૬૦૪૩૨૦૧૫૯૧/૨૦૨૦ , IPC કલમ ૩૮૦ ( ૧૦ ) મહેસાણા વસઇ પો.સ્ટે . ગુ.ર.નં ૧૧૨૦૬૦૭૬૨૦૦૪૫૭/૨૦૨૦ , IPC કલમ ૩૭૯ ( ૧૧ ) વડોદરા શહેર વાડી પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૦૦૮૮૫/૨૦૨૦ , IPC કલમ ૩૭૯ ( ૧૨ ) ગાંધીનગર ડભોડા પો.સ્ટે . ગુ.ર.નં , ૧૧૨૧૬૦૦૪૨૧૦૫૧૨/૨૦૨૧ , IPC કલમ ૩૭૯ ( ૧૩ ) સાબરર્કાઠા પ્રાંતિજ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૦૦૮૭૩/૨૦૨૦ , IPC કલમ ૩૮૦ , ૪૫૭ , ૧૧૪ છ પકડાયેલ દંપતીની ગુનો કરવાની પધ્ધતિ પકડાયેલ દંપતી સોનાના ઘરેર્ણાઓની ખરીદી કરવાના બહાને જ્વેલર્સની દુકાનોમાં જતા હર્તા અને ઘરેણાંઓ પસંદ કરવા માટે જુદી – જુદી ડિઝાઇનના ઘરેર્ણાઓ કઢાવી , દુકાનદારની નજર ચુકવી , ઘરેણાની ચોરી કરતા હતાં . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts