fbpx
બોલિવૂડ

સોનુએ દિલ્હીના લોકો માટે બતાવી દરિયાદીલી
માત્ર એક જ ફોન કરો અને તમારા ઘરે પહોંચશે ઓક્સિજન

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ વાયરસના કેસ એટલા વધી રહ્યા છે કે હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન સિલિન્ડર, ઇન્જેક્શન અને દવાઓની અછત સતત વધી રહી છે. જાે કે, બધા દેશવાસીઓ આ વાયરસને હરાવવા માટે એક થઈને લડત ચલાવી રહ્યા છે. બોલીવુડ પણ આ મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરી રહ્યું છે.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે તેમની ઉદારતાને કારણે લોકોના હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. વર્ષ ૨૦૨૦ માં મજૂરોના મસિહા તરીકે ઉભરેલા સોનુ સૂદ આ વર્ષે ઓક્સિજનની તકલીફ ભોગવતા લોકોને મદદ કરી રહ્યા છે.
તેઓ દેશના દરેક ખૂણામાં લોકોને મદદ કરી રહ્યાં છે. હવે સોનુ સૂદ ટૂંક સમયમાં દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજન કંસનટ્રેટર્સ પહોંચાડશે. તાજેતરમાં સો.મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. અભિનેતાએ ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેતાએ કહ્યું, ‘હેલો મિત્રો. આપણે જાેયું છે કે છેલ્લા થોડા સમયમાં ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો કારણ કે તેઓ સમયસર ઓક્સિજન મેળવી શકતા નહોતા જાે તેઓ સમયસર ઓક્સિજન પહોંચે તો તેઓ બચી શક્યા હોત. આને ધ્યાનમાં રાખીને, મેં તમારા શહેરમાં મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

અમારી પાસે દિલ્હીના સૌથી વધુ કેસ આવ્યા છે. લોકોએ સૌથી વધારે દિલ્હીના લોકોને ગુમાવ્યા. તેથી, અમે એક નંબર શેર કરી રહ્યા છીએ અને જાે તમે તેના પર કોલ કરો છો, તો કોઈ અમારા વતી તમારા ઘરે ઓક્સિજન સિલિન્ડર આપશે. આ સેવા સંપૂર્ણપણે મફત હશે. એક વિનંતી છે અને જાે તમારી ઓક્સિજન કંસનટ્રેટર્સની જરૂરિયાત પૂર્ણ થાય, તો પરત આપજાે જેથી તે બીજાના જીવનને પણ બચાવી શકે. ‘

અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, દિલ્હી, ચાલો અને જીવન બચાવીએ. ઓક્સિજન કંસનટ્રેટર્સ તમારી તરફ આવી રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે (૦૨૨-૬૧૪૦૩૬૧૫) આ નંબર ચૂકી જાઓ. જ્રંેજરંૈૈહઙ્ઘૈટ્ઠ હું ઈંડ્ઢ્‌ડ્ઢઝ્ર ને આભાર માનું છું.

Follow Me:

Related Posts