સોનુ સુદે ફેને આપેલી પેઇન્ટિંગ જાેઈને ચોંકી ગયો, કરી મીઠી ટકોર
ફિલ્મોમાં ખૂંખાર અભિનય કરનાર અભિનેતા સોનુ સુદ રીયલ લાઈફમાં લાખો લોકો માટે ભગવાન સ્વરૂપ છે. કોરોના મહામારી દરમિયાન અનેક લોકોની વહારે આવનાર અને ખરા સમયે મુશ્કેલ પરિસ્થિતિમાં ઉભા રહેનાર સોનુ માટે હજારો લોકો તેમનો જીવ આપવા તૈયાર છે. થોડા સમય પહેલા સોનુને ભારત રત્ન મળવો જાેઈએ અને તે તેનો હકદાર છે, એવું કેમ્પેઇન પણ એક સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. સોનુએ આ કેમ્પેઇન સામે કહ્યું હતું કે, મારે ભારત રત્નની જરૂર નથી, તમારો પ્રેમ જ મારા માટે ભારત રત્ન સમાન છે. રિસન્ટલી, સોનુના એક ફ્રેન્ડ દ્વારા સોનુનું ખાસ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે. સોનુના ફેન મધુ ગુર્જર દ્વારા તેમના લોહીથી સોનુનું પોટ્રેટ બનાવવામાં આવ્યું છે.
આ ફેને સોનુની મુલાકાત કરી, સોનુને આ પેઇન્ટિંગ ગિફ્ટ આપ્યું હતું. સોનુ આ પેઇન્ટિંગ જાેઈને ચોંકી ગયો હતો. આ પોટ્રેટ મેળવવાની સાથે જ સોનુએ તેના ફેનને સલાહ આપી હતી. સોનુંએ કહ્યું હતું કે, તમારે આ રીતે તમારા લોહીને વ્યર્થ ન કરવું જાેઈએ અને બ્લડ ડોનેશન કરી કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી જાેઈએ. આ સાથે જ સોનુએ લોકોને અપીલ કરી હતી કે, મધુ ગુર્જર ખૂબ જ સારા આર્ટિસ્ટ છે અને મેં તેમના અનેક પેઇન્ટિંગ્સ જાેયા છે. લોકોએ આવા ટેલેન્ટ આર્ટિસ્ટને બની શકે તેટલી મદદ કરવી જાેઈએ.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કોમેન્ટ બોક્સમાં લોકો ફરી એકવાર સોનુને ભગવાન ગણાવી તેમના માટે કરીએ કેટલું ઓછું છે તેમ પણ કહી રહ્યા છે. બીજી તરફ, સોનુની મદદ મેળવનાર તેના અનેક ફ્રેન્ડ્સ સોનુનું મંદિર બનાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.
Recent Comments