બોલિવૂડ

સોનુ સૂદ રીયલ લાઈફમાં પણ હીરો છે તેણે ઘણાને મદદ કરી છે

સોનુ સૂદ અભિનેતા તરીકે લોકોના દિલોમાં રાજ કરી છે પરંતુ તેમને કોરોના મહામારીમાં લોકોની એટલી મદદ કરી કે જેના કારણે તેઓ રીયલ લાઈફમાં પણ હીરો બની ગયા અને લોકોના દિલોમાં એક આગવી છાપ છોડી. કોરોનામાં માનવતાવાદી કાર્ય માટે સપ્ટેમ્બર ૨૦૨૦ માં સોનુ સૂદને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે ેંદ્ગડ્ઢઁ એ પ્રતિષ્ઠિત ૨૦૨૦ જીડ્ઢય્ સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ માટે પસંદ કર્યા હતા. મે ૨૦૨૦ માં કારોનાના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન થઈ ગયું હતું. પોતાના વતનથી કામ અર્થે અલગ અલગ રાજ્યોમાં ગયેલા લોકોને સોનુ સૂદે બસ, ટ્રેન અને ચાર્ટર્ડ પ્લેનથી પોતાના વતન પહોંચાડ્યા. જુલાઈ ૨૦૨૦ માં તેમણે કિર્ગિસ્તાનમાં ફસાયેલા ૧,૫૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ પ્લેનની મદદથી બિશ્કેકથી વારાણસી પહોંચાડ્યા હતા. કોરોના દરમિયાન તેમના દાનની પ્રશંસા કરવામાં આવી.

૨૫ જુલાઈ ૨૦૨૦ ના રોજ એક ખેડૂતની દીકરી ખભા પર ઝૂંસરી લઈને બળદની જેમ ખેતરમાં ખેડાણ કરતી હોય તેઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સોનુ સૂદે ઝડપથી પરિવારને ટ્રેક્ટર મોકલી આપ્યું હતું. ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ તેમણે ૧૦૧ તબીબી વિદ્યાર્થીઓને મદદ કરી. મોટા ભાગના તબીબો તમિલનાડુના હતા. લોકડાઉન દરમિયાન તબીબો મોસ્કોમાં ફસાયા હતા. સોનુ સૂદે ચાર્ટર્ડ પ્લેનથી તબીબોને સુરક્ષિત રીતે ચેન્નાઈ પહોંચાડ્યા હતા. સોનુ સૂદે અત્યાર સુધી ૬૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ અને અગ્રેજી ફિલ્મમાં કામ કર્યું છે. તેમને ૈંૈંહ્લછ છુટ્ઠઙ્ઘિ ર્કિ મ્ીજં ઁીકિર્દ્બિટ્ઠહષ્ઠી ૈહ ટ્ઠ દ્ગીખ્તટ્ઠંૈદૃી ઇર્ઙ્મી નો એવોર્ડ પ્રાપ્ત છે. સોનુ સૂદનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૭૩ ના રોજ પંજાબના મોગામાં થયો હતો.

ઉચ્ચ શિક્ષણ માટે તેઓ નાગપુર શિફ્ટ થયા હતા જ્યાં તેમણે યશવંતરાવ ચવ્હાણ એન્જિનિયરિંગ કોલેજમાં મોડલિંગ કર્યું. સોનુ સૂદના માતાનું નામ સરોજ સૂદ છે. તેમના પિતાનું નામ શક્તિ સૂદ છે. તેમની બે બહેન છે. એકનું નામ માલ્વિકા સૂદ અને બીજી બહેનનું નામ મોનીકા સૂદ છે. નાગપુરમાં જ્યારે સોનૂ અભ્યાસ કરતા હતા. ત્યારે તેમની મુલાકાત નાગપુરમાં સોનાલી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સોનુએ ૧૯૯૬માં પોતાની ગર્લફ્રેન્ડ સોનાલી સાથે લગ્ન કરી લીધા હતા. સોનુ સૂદના બે સંતાનો છે એક સંતાનનું નામ છે ઈશાંત સૂદ અને બીજા સંતાનનું નામ છે અયાન સૂદ.

Related Posts