સોનુ સૂદ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓની કરશે મદદ, આપશે ૩૦૦ સ્માર્ટ ફોન
લોકડાઉનમાં પ્રવાસી મજૂરોના મસીહા બનેલ એક્ટર સોનુ સૂદ હવે બેટી બચાવો બેટી પઢાઓને વેગ આપી રહ્યા છે. જે અંતર્ગત હવે સોનુ સૂદ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓને મદદ કરવા માટે આગળ આવ્યો છે. ઓનલાઇન કલાસમાં થતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સોનુએ મદદનો વિશ્વાસ આપ્યો છે.
કોરોના મહામારી દરમિયાન છેલ્લા એક વર્ષથી ભણતરમાં સમસ્યાઓ આવી રહી છે. મહામારીને કારણે મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો બંધ છે. જેને લઈને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. શહેરોમાં અને સુખી સંપન્ન પરિવારોના સંતાનો ઓનલાઇન શિક્ષણનો લાભ આસાનીથી લઇ શકે છે. જાેકે, ઘણા બાળકો એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન નથી, જેના કારણે ક્લાસ કરવા મુશ્કેલ છે.
ઉત્તરપ્રદેશના સ્વયંસેવી સંસ્થાએ સ્કૂલની વિદ્યાર્થીનીઓને મોબાઈલ આપવાની માંગ કરી છે. આ અંગે વાત્સલ્ય નામની એક એનજીઓએ સોનુને ટ્વીટ કર્યું, ૩૦૦ વિદ્યાર્થીનીઓ લોકડાઉનમાં ભણી શકી નથી, કારણ કે તેમની પાસે સ્માર્ટફોન્સ નથી. તમારી મદદથી યુપીના આ ગામના ૩૦૦ પરિવારોની ભવિષ્ય બદલાઈ શકે છે. સાથે જ એનજીઓએ ભણવા બેસેલી વિદ્યાર્થીનીઓની તસ્વીર પણ શેર કરી છે. ત્યારે સોનુએ તરત જ રીટ્વીટ કરી કહ્યું, ‘૩૦૦ વિદ્યાર્થીનીઓના ઓનલાઇન કલાસ હવે મિસ નહીં થાય, તેમના મોબાઈલ આ સપ્તાહમાં પોહંચી જશે.’
કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે લોકો પરેશાન થયા હતા. તે દરમિયાન સોનુ સૂદ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. તે જ ઘડીથી લોકો સોનુ સૂદ પાસેથી મદદ માંગી રહ્યા છે. જે હજી પણ યથાવત છે. લોકો જેમ જેમ સોનુની મદદ માંગે છે, તેમ-તેમ સોનુ દરેક સંભવ મદદ કરે છે.
Recent Comments