અમરેલી લોકસભાના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા લોકસભામાં હંમેશા એકટીવરહેતા સાંસદમાંના એક સાંસદ છે. ત્યારે તેઓએ ગત તા. ૧૬/૧ર/ર૦રરના રોજ લોકસભામાં સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ ટ્રેન ચાલુ કરવા બાબતે રજૂઆત કરેલ હતી.
સાંસદ નારણભાઈ કાછડીયાએ લોકસભામાં કરેલ રજૂઆત મુજબ,વતૅમાનમાં સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ એકપણ ટ્રેનની સુવિધા ન હોવાને લીધે અમરેલી જીલ્લાના લોકોને હરીદ્વાર જેવા પવિત્ર તીથૅધામ ખાતે દશૅન માટે જવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. સોમનાથ થી હરીદ્વાર સુધી ટ્રેન ચાલુ થતા ફકત અમરેલી જ નહી પરંતુ જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને ગીર–સોમનાથ જીલ્લાના લોકોને પણ ખુબ જ ફાયદો થશે. તેથી સોમનાથ થી હરીદ્વાર સુધી વાયા : જૂનાગઢ, જેતલસર, અમરેલી, ઢસા, અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવાની ખુબ જ આવશ્યકતા છે.
સાંસદશ્રીએ વધુમાં જણાવેલ હતુ કે, અમરેલી સંસદીય ક્ષેત્ર માંથી હરીદ્વાર આવન–જાવન કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા ખુબ જ વધુ છે. પરંતુ સીધી ટ્રેનની સુવિધાનો અભાવ હોવાના કારણે યાત્રીઓને ફરી–ફરીને લાંબી યાત્રા કરવી પડી રહી છે. જેના લીધે તેઓના સમયનો ખુબ જ વ્યય થાય છે સાથે સાથે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. તેથી જો સોમનાથ–હરીદ્વાર સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ ટ્રેન ઘણા ધામિૅક સ્થળોને જોડતી એક મહત્વપૂણૅ ટ્રેન સિધ્ધ થશે.
આપણા દેશના ૧ર જયોતિલીૅંગ માંથી એક સોમનાથ જયોતિલીૅંગ છે. તેથી જો સોમનાથ થી હરીદ્વાર સુધી ડાયરેકટ ટ્રેન ચાલશે તો પાંચ જી૬ત્સિલાના અંદાજીત ૪૦ થી પ૦ લાખ લોકોને આ સુવિધાનો લાભ મળશે. તેથી આ ટ્રેન સત્વરે ચાલુ કરવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તા. ૧૬બ્?ઉસ/૧ર/ર૦રરના રોજ લોકસભા ગ’હમાં રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments