fbpx
સૌરાષ્ટ - કચ્છ

સોમનાથમાં કમળ આકારના ભાજપ કાર્યાલયની કામગીરીનો પ્રારંભ, બે માળના કાર્યાલયને સોમ કમલમ નામ આપવામાં આવ્યું

સોમનાથના સાનિધ્યે કમળ આકારના નમુનારૂપ બનનાર ભાજપ કાર્યાલયની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે માળના સુવિધા સભર બનનાર કાર્યાલયને સોમ કમલમ નામ આપવામાં આવ્યુ છે.

થોડા સમય પૂર્વે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ના વરદ હસ્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યાલય (સોમ કમલમ) નું ખાત મહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યાલયનું વાસ્તુ શાસ્ત્ર અને શાસ્ત્રોકત વિધિ પૂજન કરી ભાજપ કાર્યાલય ( સોમ કમલમ )ની કામગીરીનો તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંગે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિહભાઇ પરમાર દ્વારા માહિતી આપતા જણાવેલ કે, આ ભાજપ કાર્યાલય સમગ્ર દેશમાં નમુનેદાર અને વિશિષ્ટ પ્રકારનું બનશે. કાર્યાલયનું 4200 ગજથી વધુ જગ્યામા બાંધકામ થવાનુ છે. આ કાર્યલય બે માળનુ ભવ્ય બનશે જેમાં પ્રમુખ મહામંત્રી અને મોરચાના પ્રમુખોની અલગ ઓફીસ બનશે, લાયબ્રેરી તથા 400 લોકો બેસી શકે તેવો ભવ્ય હોલ બનાવવામાં આવશે.

આ કાર્યાલયની કામગીરીના પ્રારંભ પ્રસંગે ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, મહામંત્રી ડો.જયેશભાઈ વધાસીયા, પાલિકા પ્રમુખ પીયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ ભાઈ સોલંકી, મહામંત્રી ડો.સંજય ભાઈ પરમાર, વેરાવળ તાલુકા પંચાયત ના પ્રમુખ સરમણભાઇ સોલંકી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિક્રમભાઈ પટાટ સહિતના આગેવાનો અને પક્ષના હોદેદારોએ હાજરી આપી હતી.

Follow Me:

Related Posts