સોમનાથમાં કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા કરાશે -મોરારીબાપુ
સોમનાથ ખાતે શરૂ થયેલી પૂજ્ય મોરારીબાપુની રામકથામાં તેમણે જણાવ્યું હતું કે સોમનાથ રામકથા કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ રામમંદિર ખાતે યોજાયેલી રામકથામાં કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, આ રામકથાનું મુખ્ય કારણ આટલા લાબા સમયથી દેશ અને રાષ્ટ્ર સહિત પુરી દુનિયા આ મહામારી ગ્રસ્ત છે.
દેશ સહિત આખા વિશ્વના ધર્મજગતના અનેક મહાપુરુષો ચાલ્યા ગયા છે એ સિવાય આધ્યાત્મક જગત સાહિત્ય સહિતના લોકો અને જજ જનતાના અનેક લોકો ચાલ્યા ગયા છે. તેનું આ કથાના માધ્યમથી તર્પણ છે અને વર્તમાનમાં દેશ અને દુનિયામાં આ બિમારી જે લોકો ભોગવી રહ્યા છે તેની સાથે મારો આ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ છે.
ભવિષ્યમાં આ રામકથાના માધ્યમથી જગતમાં જેમ બને તેમ ઝડપથી આ મહામારીમાંથી રાષ્ટ્ર અને પુરી દુનિયા મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના છે.
પરંતુ મહત્વની વાત એવી છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાંનિધ્યમાં કથાકાર મોરારીબાપુની રામકથા યોજાશે ત્યારે કોરોનાની ગાઇડલાઇનના કારણે રામકથામાં શ્રોતાઓ નહીં હોય. સોમનાથ મંદિરના ૧૧માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વયે વર્ષો બાદ સોમનાથમાં મોરારીબાપુની રામકથાનો પ્રસંગ આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરના પટાંગણમાં મોરારી બાપુની ૮૫૯મી કથાનો પ્રારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ ૧૬ મેના રોજ કરવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇનનું પૂર્ણ રૂપે પાલન કરવામાં આવશે અને જેને અનુરૂપે કથામાં શ્રોતાગણ ઉપસ્થિત નહીં રહી શકે.
અત્રે નોંધનીય છેકે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, ડો.રાજેન્દ્ર પ્રસાદે ૧૧ મે ૧૯૫૧ના રોજ હાલના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. જે આ કથા દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પણ ઉજવાશે.
Recent Comments