fbpx
રાષ્ટ્રીય

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટેનું સખ્ત વલણ

સોમનાથમાં તાજેતરમાં થયેલી મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મંદિર આસપાસની ૧૦૨ એકર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. જેમા સર્વે નંબર ૧૮૫૧ અને ૧૮૫૨ અંતર્ગત આવતી જગ્યાને દબાણ મુક્ત કરાઈ છે. આ દરમિયાન ૯ ધાર્મિક દબાણો અને અન્ય ૪૫ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ દબાણ કાર્યવાહી સામે અરજદારે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ચુકાદો અનામત રાખતા અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ દર્શાવ્યુ છે.

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન મામલે પટણી મુસ્લિમ જમાતની અવમાનના અરજી પર સુનાવણી કડકાઈથી જણાવ્યુ કે જાે અમારા આદેશની અવમાનના કરાઈ હશે તો અમે તેને પૂનઃ સ્થાપિત કરવાનો આદેશ આપીશુ અને જવાબદાર અધિકારીઓને પણ જેલમાં મોકલીશુ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માગ્યો છે. હવે કેસની વધુ સુનાવણી આગામી ૧૫ ઓક્ટોબરે હાથ ધરાશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જાે બુલડોઝર કાર્યવાહી અયોગ્ય રીતે કરેલી જણાશે તો સરકારે તેને પૂનઃસ્થાપિત કરાવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે સોમનાથના ડીએમ અને અન્ય અધિકારીઓને નોટિસ મોકલી છે. આ સાથે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૬ ઓક્ટોબરે થશે.

પટણી મુસ્લિમ જમાતની અવગણના અરજીમાં ગુજરાતના સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, મકબરાઓ, કબ્રસ્તાન, દરગાહો અને મુતવલ્લીઓના ઘરોને અયોગ્ય રીતે ધ્વસ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. આ તિરસ્કાર અરજીમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર રોકના આદેશ બાદ પણ મોટા પાયે તોડફોડની કાર્યવાહી કરવામાં આવી છે. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોર્ટના આદેશના તિરસ્કાર સામે કાર્યવાહીની માગ કરાઈ છે. મુતવાલીઓના ઘરોને ગેરકાયદેસર રીતે તોડી પાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે.

અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. દેશભરમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટમાં ૧ ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં કોઈ ચુકાદો નથી આપ્યો. કોર્ટે તેના પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જસ્ટીસ બી.આર. ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચે કહ્યુ કે ગેરકાયદે કબજાે, અતિક્રમણ હટાવવા પર રોક નથી. બુલડોઝરની કાર્યવાહી પર વચગાળાની રોક યથાવત રહેશે. જાે કે કોર્ચે સ્પષ્ટ કર્યુ કે અમે એ ખાતરી કરીશુ કે અમારો આદેશ દબાણકર્તાઓને કોઈ મદદ ન કરે.

Follow Me:

Related Posts