સોમનાથમાં બે વર્ષથી બંધ રેલ્વે રીઝર્વેશન ટિકિટ બારી ખોલવા માંગ
પ્રભાસ-પાટણ અને વેરાવળના રેલ્વે સબંધિત સમસ્યાઓ અંગે જાગૃત નાગરિક રાજુ ભાઇ કાનાબારે રેલ્વેને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રાજુ ભાઇ કાનાબારે કહ્યુ હતુ કે, રેલ્વે રીઝર્વેશન ટિકિટ બારી છેલ્લા બે વર્ષથી બંધ છે તેને ખોલવામાં આવે.
જવાબમાં ભાવનગર પશ્ચીમ રેલ્વે મહાપ્રબંધકે જણાવ્યું કે, સોમનાથ મંદિર પાસે પી.આર.એસ પ્રણાલી કે જે એક શીફ્ટમાં કાર્યરત હતી ત્યાં વારંવાર બી.એસ.એન.એલ. લીંક ફેઇલયોરની ફરીયાદ અને કોરોના મહામારીને કારણે એ આરક્ષણ પ્રણાલિકા બંધ છે. સોમનાથ રેલ્વે સ્ટેશન ઉપર બે સીફ્ટમાં પીઆરએસ સુવિધા ઉપલબ્ધ છે અને યાત્રિકો સોમનાથ રેલ્વે સ્ટેશન ઉપર જઇ આ સુવિધાનો લાભ મેળવી શકે છે.
રાજુભાઇ કાનાબારનો બીજો પ્રશ્ન એ હતો કે, વેરાવળ થી ભાવનગર, અયોધ્યા, વારાણસી અને હરદ્વારની ટ્રેનો શરૂ કરો. આવી જ રીતે જૂનાગઢના અગ્રણી પ્રદિપ ખીમાણીએ રેલ્વેને પ્રશ્ન મોકલ્યો હતો કે રાજકોટ-સોમનાથ રેલ્વે માર્ગને ઇલેક્ટીફીકેશન કરો જેના જવાબમાં જણાવ્યું કે ફાઉન્ડેશન અને માસ્ટ ઇરેક્શન વર્ક ગતિમાં છે. ડબલ ટ્રેક રાજકોટ-સોમનાથના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે આ પ્રશ્ન રેલ્વે બોર્ડનો અને પોલિસી મેટરનો છે. જે ભાવનગર ડીવીઝન ઇન્જીનીયરીંગ વિભાગના કાર્યક્ષેત્ર બહાર છે.
પ્રદિપભાઇ ખીમાણીએ લેખિત પ્રશ્ન મુક્યો કે વેરાવળ સુધી જતી તમામ ટ્રેનો સોમનાથ સુધી લંબાવો જેના જવાબમાં જણાવ્યું કે હાલ પાંચ ટ્રેનો સોમનાથ સુધી જાય છે અને સોમનાથ વેરાવળ રેલ્વે સ્ટેશનથી ૪.૮૮ કિ.મી. દૂર છે. અને ત્યાં જગ્યાનો અભાવ છે જેથી ટ્રેનનું મેઇન્ટેન્સ લાઇન અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વેરાવળ મોકલવી પડે છે અને ટ્રેનોના સમયપત્રક પણ ખૂબ ટાઇટ અને ટૂંકા સમયાંતરે દોડે છે. જેથી બધી ટ્રેનો સોમનાથથી દોડાવવી શક્ય નથી.
Recent Comments