fbpx
ગુજરાત

સોમનાથમાં મહાદેવના મંદિરમાં દેવદિવાળીએ રચાયો અદભુત યોગ

દર વર્ષે, કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ૧૨ વાગ્યે, લાખો ભક્તોની અતૂટ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં એક અદ્ભુત ખગોળીય સંયોગ બને છે. વર્ષમાં માત્ર એક જ વાર, કાર્તિકી પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરની ટોચ પર ત્રિશૂળ ધ્વજ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. દર વર્ષે, કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ૧૨ વાગ્યે, લાખો ભક્તોની અતૂટ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં એક અદ્ભુત ખગોળીય સંયોગ બને છે. વર્ષમાં માત્ર એક જ વાર, કાર્તિકી પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરની ટોચ પર ત્રિશૂળ ધ્વજ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

આ અંગે એવું માનવામાં આવે છે કે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર પોતે તે સ્થાને પહોંચે છે જ્યાં ભગવાન શિવે ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્ત કર્યા હતા અને શ્રી સોમનાથ મંદિરને તેના પ્રકાશથી પવિત્ર કરે છે. ભક્તો આ સંયોજનને અમૃત વર્ષ યોગ કહે છે. કારણ કે ભક્તો દ્રઢપણે માને છે કે જ્યારે ચંદ્રદેવ તેમના ભગવાન સોમનાથ મહાદેવને તેમની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા માટે પહોંચે છે, ત્યારે આ અમૃત વર્ષાને જાેનારા દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની તમામ મનોકામનાઓ સોમનાથ મહાદેવ દ્વારા પૂર્ણ થાય છે.. અમૃત વર્ષ યોગના સાક્ષી બનવા દેશ-વિદેશમાંથી ભક્તો સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ સોમનાથ મહાદેવને પોતાના અને પરિવારના કલ્યાણ તેમજ વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભુત સંયોગને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ મંદિરે રાત્રે ૧૧ કલાકે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા મુજબ રાત્રે ૧૨ કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિર પરિસર દેશ-વિદેશના ભક્તો દ્વારા હર હર મહાદેવ, જય સોમનાથના નારાથી ગુંજી ઉઠ્‌યું હતું.

Follow Me:

Related Posts