ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો છે. ૨ દિવસ અગાઉ પણ આ દિપડાએ વૃદ્ધને ફાડી ખાધા હતા જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને વં વિભાગના અધિકારીઓને હાશકારો થયો છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ કેટલાય લોકોને દિપડાએ પોતાનો શિકાર બનાવી દીધા હતા. છેલ્લે ઉનાના વડવીયાડામાં વૃધ્ધ પર દિપડાએ હુમલો કર્યો હતો ત્યારે વનવિભાગની ટીમે દિપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા. અનેક લોકો પર હુમલો કરનાર દિપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનનો શાંતિ થઈ છે.
સોમનાથમાં વનવિભાગને મળી સફળતા ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી અંતે દિપડો પાંજરે પુરાયો

Recent Comments