સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા સતત ૩૦ માં વર્ષે સાવરકુંડલા થી સોમનાથ પદયાત્રાનું આયોજન કરાયું

દેવાધિદેવ મહાદેવની પ્રસન્નતા મેળવવા માટે શિવભક્તો વિવિધ રીતે અભિષેક, મંત્ર જાપ, હવન કરતા હોય છે ત્યારે સાવરકુંડલા શહેરના સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રતિ વર્ષ સાવરકુંડલા થી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ સતત ૩૦ માં વર્ષે પણ સાવરકુંડલા થી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રામાં અંદાજે ૭૦ થી ૮૦ પદયાત્રી અને સ્વયંસેવકો આ સહભાગી બન્યા છે. આ પદયાત્રાનો તારીખ ૦૭/૦૮/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા થી આરંભ કરવામાં આવેલ છે. જે તારીખ ૧૧/૦૮/૨૦૨૪ ના રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થયા બાદ સોમનાથ મહાદેવ ધ્વજારોહણ કરવામાં આવશે. છેલ્લા ત્રીસેક વર્ષ થી શૈલેષભાઈ જોશી, ચેતનભાઇ જોશી, કમલેશભાઈ કડવાણી, વિક્રમભાઈ, નિલેશભાઈ ચૌહાણ જેવા શિવભક્તો દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. યાત્રા દરમિયાન રસ્તામાં ચા-નાસ્તા, ભોજન-પ્રસાદ, ઉતારાની વ્યવસ્થા જેવી તમામ વ્યવસ્થા સાથે સુંદર આયોજન કરી આ સર્વ ભક્તો શિવજી ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.
Recent Comments