સોમનાથ માં શ્રાવણ માસ ને લઈને અનેક સાંસ્કૃતિક કાયક્રમોનું આયોજન થયેલ છે શનિવારે જુનાગઢ ના સુપ્રસીધ્ધ કલાકારો દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.સોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી દર શ્રાવણ માસ માં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છ જેમા તા.૧૦/૮ ને શનિવાર રાત્રે ૮ કલાકે જુનાગઢ ના રાજુભાઈ ભટ,નિરૂબેન દવે,અવધ ભટ દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભાટીયા ધર્મશાળા ના મેદાન માં સોમનાથ પરીષર માં આ કાર્યક્રમ વોટરપ્રુફ ડોમ, સોફા, ખુરશી સહીત ની શિવભકતો સ્થાનીકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે વર્ષોથી સોમનાથ મહાદેવ ના સાંનિધ્યામાં શ્રાવણ માસ દીપકભાઈ કકકડ, મીલનભાઈ જાષી, રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચોહાણ,વિપુલભાઈ રાજા,જેસલભાઈ ભરડા કાર્યક્રમો યોજી રહ્યા છે જેમાં સોમનાથ ટ્રસ્ટ પરીવાર ખુબજ મોટો સહકાર આપી રહેલ છે તેમજ આખા માસ દરમ્યાન જે પણ કાયક્રમો યોજાય છે તેમાં સુપ્રસીધ્ધ કલાકારો સોમનાથ મહાદેવ માં પાર્વતી શ્રી કૃષ્ણ શ્રી રામ સહીત ભગવાન તથા માતાજીના ગુણગાન ગાવા કોઈપણ જાતની આથિક અપેક્ષા રાખ્યા વગર માં સરસ્વતી પ્રાર્થના કરવા ભાવી પહોચે છે તે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.
સોમનાથ પરીષર મા શનિવારે ભવ્ય શિવ ભજન સંધ્યા નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Recent Comments