fbpx
સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મહાદેવને દરરોજ નર્મદા નીરથી જળાભિષેક થશે

સોમનાથ મહાદેવને હવેથી કાયમી નર્મદાના નદીના પવિત્ર જળનો અભિષેક થશે. મહીપરીયોજના થકી નર્મદાનું પાણી સોમનાથ સુઘી પહોંચતા આ શકયુ બન્યુ છે. દરરોજ ૩૦ લાખ લીટર નર્મદાનું પાણી સોમનાથ મંદિર ટ્રસ્ટને મળી રહેનાર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, એક હજાર વર્ષ પૂર્વે કાવડીયા દ્રારા હરીદ્રારથી સોમનાથ ગંગાજળ લાવી મહાદેવનો અભિષેક થતો હતો. ૭૦ વર્ષ પૂર્વે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગે ગંગાજળ મંગાવીને અભિષેકની પરંપરા નિભાવી હતી. પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે દેશ-વિદેશની મહત્વની નદીઓ અને મહાસાગરના જળથી મહાદેવનો અભિષેક કરાયો હતો. થોડા વર્ષો પહેલા ગુજરાતના પુર્વમુખ્યમંત્રી એવા ટ્રસ્ટી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળ દરમ્યાન શહેરના સીમાડાના ગ્રામ્ય વિસ્તાર સુઘી મહીપરીયોજનાની ૩૦૦ કીમી લાંબી લાઇન નાંખી નર્મદાના નીર સોમનાથના આંગણા સુઘી પહોંચાડવાની કામગીરી કરાવી હતી.

આા યોજનાનો સંપ સોમનાથ નજીકના સોનારીયા ગામ પાસે કાર્યરત કરાયો હતો. આ સંપથી અઢી કીમીની નવી લાઇન સોમનાથ સાંનિઘ્યે વેણેશ્વર મંદિર પાસેના સંપ સુઘી ફીટ કરાવી નર્મદાના નીર પહોંચાડવાની કામગીરી પુરી કરાવવામાં આવી હતી. આ નર્મદાના નીર માટે ટ્રસ્ટ દ્રારા નિયમોનુસાર કાર્યવાહી કરી ડીપોઝીટ ભરી કનેકશન પણ લીઘુ છે. સોમનાથ ટ્રસ્ટને દરરોજ ૩૦ લાખ લીટર નર્મદાનું પાણી મળી રહેશે.

હવેથી માં નર્મદા નદીના પવિત્ર જળથી સોમનાથ મહાદેવને દરરોજ અભિષેક થશે. જેથી ગઇકાલે સાંજે સોનારીયા હેડવર્કથી નર્મદાનું જળ સોમનાથ પહોચ્યુ હતુ. ત્યારે ટ્રસ્ટના સેક્રેટર પી.કે.લ્હેરી, જીએમ વિજયસિંહ ચાવડાએ પાણી પુરવઠા બોર્ડના અઘિકારી ઓની હાજરીમાં પૂજાવિઘિ કરી નર્મદા નીરને આવકાર્યા હતા. આ તકે નર્મદાના નીર મળતા થતા સોમનાથ તીર્થના વિકાસ માટે મહત્વની જરૂરીયાત પુર્ણ થઇ ગઇ છે.

Follow Me:

Related Posts