fbpx
ગુજરાત

સોમવારથી વીએસ, શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ નહીં કરાય

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના સંક્રમણમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી સંચાલિત વીએસ અને શારદાબેન હોસ્ટિલને સોમવારથી નોન કોવિડ જાહેર કરવામાં આવી છે. જેથી હવે આ બંને હોસ્પિટલોમાં સોમવારથી કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં. જાે કે, એસવીપી અને એલજી હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ બંને પ્રકારની સારવાર ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

હવે કોરોના કેસની પરિસ્થિતિમાં સારો સુધારો થતાં કોરોના સિવાયના દર્દીઓ માટે મ્યુનિ. હોસ્પિટલો શરૂ કરો તેવી રજૂઆતોને પગલે શહેર મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે સોમવારથી વી.એસ તથા શારદાબેન હોસ્પિટલને નોન કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવા તથા કોરોનાના નવા પેશન્ટ દાખલ નહીં કરવાની સૂચના જારી કરી છે. ઉપરાંત કોરોનાના કેસ આવે તો તેમને એસવીપી અથવા એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

નોંધનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં એપ્રિલ મહિનાથી પોઝિટિવ કેસોમાં ભારે ઉછાળો આવતા કોરોના દર્દીઓને સારવારથી વંચિત ન રહેવું પડે તે માટે એસવીપી ઉપરાંત વીએસ. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. જાે કે, હવે બીજી લહેરની અસર ઘટવા માંડતા વીએસ અને શારદાબેનને નોન કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. જેથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને કોરોના સિવાયની સારવારનો લાભ મળશે.

અમદાવાદમાં કોરોના વાયરસના દરરોજ નોંધાતા કેસો ઘટીને હવે ૩૦૦ની આસપાસ થઈ ગયા છે. નવા કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી ગયો છે. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૧૦૬૭૮ જેટલી થઈ ગઈ છે. સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા ઘટતાં ૬૭૭૫ બેડ ખાલી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts