fbpx
ભાવનગર

સોમવારે મોગલ ધામમાં 28મો પાટોત્સવ તથા માંગલ શક્તિ એવોર્ડ સમારોહ 

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આવેલાં માંગલ ધામમાં વૈશાખ સુદ બારસના રોજ દર વર્ષે પાટોત્સવનું આયોજન થાય છે. ચાલુ વર્ષે આ આયોજન તારીખ 20 -5 -24 ને સોમવારના રોજ મોગલધામ ખાતે કરવામાં આવ્યું છે.

 આ અંગેની વિગતો પત્રકાર પરિષદમાં જાહેર કરતાં માંગલ ધામના ટ્રસ્ટ પ્રમુખ શ્રી માયાભાઈ આહીરે જણાવ્યું કે માંના શ્રદ્ધા અને ભરોસાથી સમગ્ર કાર્યો સુખરૂપ રીતે પાર પડે છે. લાખો- કરોડો લોકોની શ્રદ્ધા,આસ્થાનું કેન્દ્ર એવું આ શક્તિધામ કઈ રીતે અમારી સેવાથી સુગંધીત બને તે માટેનો અમારો પ્રયત્ન હોય છે.આગામી સોમવારના રોજ પાટોત્સવના દિવસે દર વર્ષની જેમ માંગલ શક્તિ એવોર્ડ 2024 દ્વારા માતૃશક્તિની વંદના, ગુણગાન કરતાં અને લોક સાહિત્યમાં પોતાનું અનન્ય પદાર્પણ કરી ચૂકેલા એવા સાહિત્યકારો અને પ્રબુદ્ધજનોને વંદના કરવાનો અવસર તે જ દિવસે સાંજે 8 થી 10 દરમિયાન પરમ વંદનીય પૂજ્ય મોરારીબાપુની પાવન સન્નિધિમાં યોજાશે.આ કાર્યક્રમમાં જેમની વંદના થવાની છે તેવા મહાનુભાવમાં પિંગળશી બાપુ લીલા, થાર્યા ભગત- કચ્છ, ગૌરીદાસ બાપુ વડાળ,મનુભાઈ ગઢવી, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ,ભવાનીશંકર જોશી, અને ડો.શ્રીમતી ઇન્દુબેન પટેલનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં બે મહાનુભાવો શ્રી કિર્તીભાઈ ભટ્ટ અને શ્રી ભાવિન પટેલનું સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન હોય તેમનો વિશેષ સન્માન કરવાનો ઉપક્રમ પણ યોજવામાં આવ્યો છે.

       સમગ્ર ગુજરાતના નામાંકિત કલાકારોનો સંતવાણી લોક ડાયરોમા રાત્રે 10:00 કલાકેથી લોકસાહિત્યની રસ લ્હાણ પીરસશે.જેમાં કિર્તીદાન ગઢવી,પરસોતમપરી બાપુ, રામદાસજી ગોંડલીયા, શૈલેષ મહારાજ, રાજભા ગઢવી જીગ્નેશ બારોટ દેવરાજ ગઢવી વગેરે પોતાની રસપ્રચુર સાહિત્ય વાણીનો લાભ આપશે.ગુજરાતના રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો તથા ધાર્મિક સ્થાનોના પરમ વંદનીય સંતો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાનો દર્શન લાભ આપશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર શ્રી મહેશભાઈ ગઢવી કરી રહ્યાં છે. તેમની સેવાઓ માંગલ શક્તિ એવોર્ડના ચયન માટે પણ મળતી રહે છે. ભગુડા અને આસપાસના વિસ્તારના હજારો શ્રદ્ધાળુ સ્વયંસેવકો આ ઉત્સવને લઈને છેલ્લા આઠ દિવસથી તડામાર માં તૈયારીઓ કરી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોગલ ધામના ટ્રસ્ટીશ્રીઓ પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.બોક્સ મેટરતારીખ 15- 5 -24 ના રોજ માં માંગલના ચરણે પોતાનો સમર્પિત ભાવ અર્પણ કરીને રાત દિવસ જોયા વગર તન મનથી સેવા કરનાર નિસ્વાર્થ ભાવિક સેવક ભાઈ બહેનોનું સન્માન ટ્રસ્ટી મંડળ દ્વારા યોજવામાં આવ્યું. 5500 જેટલા સેવકોનું સ્વયંસેવકોનુ સન્માન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts