સોલાર પોલિસીમાં સબસિડી અને કેપીટલ જાેગાવાઈ આપવા સરકારે હાથ ઉંચા કરી દીધા
રાજ્ય સરકાર દ્વારા સોલાર પોલિસીમાં સોલાર ઉર્જા પ્રોજેકટ માટે લેવાયેલી બેંક પર ૭ ટકા વ્યાજ સબસિડી અને કેપીટલ વસાવવા માટે ખર્ચાયેલી રકમ પૈકી ૩૦થી૩૫ લાખ સબસિડી આપવાની જાેગવાઇ કરી હતી. આ જાેગવાઇના આધારે સોલાર ઉર્જા ઉત્પન્ન કરવા માગતા નાના ઉદ્યોગકારો અને ખેડૂતોએ મળીને પ્રોજેકટ તૈયાર કરી દીધા છે,પણ હવે સરકારે સબસિડી અને કેપીટલ જાેગવાઇ આપવા બાબતે હાથ ઊંચા કરી દેતા નાના ઉદ્યોગકારો અને ખેડૂતો ફસાયા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના ઉર્જા વિભાગ અને સોલાર ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે ૭ ટકા વ્યાજ સહાય અને ૩૦થી૩૫ લાખની કેપિટલ સહાયનો વિકલ્પ રજૂ કર્યો હતો,પણ સોલાર ઉદ્યોકારો તેમાં સહમત ન થતા ફરી આગામી સોમવારે બેઠક બોલાવાઇ છે તેમ ફેડરેશનના ઉપપ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું. દરમિયાનમાં સોલાર ઉર્જા ઉત્પાદકોનું કહેવું છે કે,પોલિસીને ધ્યાનમાં રાખી નાના ઉદ્યોગકારોએ ખેડૂતોની જમીન રાખીને સોલાર ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેકટ તૈયાર કરી દીધા હતા
Recent Comments