ગુજરાત

સોલાર સિસ્ટમથી ચાલતી બસમાં વર્ગખંડ બનાવાયો!


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ, વર્ચુઅલ ક્લાસીસ તેમજ શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરુઆત કરાઈ હતી. પરંતુ બાળકોને શાળામાં ભણવાની અનુભૂતિ થાય તે માટે મને બસમાં વર્ગખંડ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને શાસનાધિકારી ધરમેન્દ્રસિંહ ચુડાસમાનું ખૂબ સારું પ્રોત્સાહન પુરું પાડયું હતું. વળી, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી પણ અમારા નવતર અભિગમને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો હતો. હું ૩૦ વર્ષથી શિક્ષક તરીકે કાર્યરત છું. અમે એક વિસ્તાર દીઠ પાંચ શિક્ષકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિત સહિતના વિષયો ભણાવીએ છે. જેમાં એક પિરિયડ માટે ૩૫ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત અમે બાળકોને શેરી શિક્ષણ પણ આપીએ છે. જેથી વારાફરતી તમામ બાળકોને બસમાં ભણવાનો લાભ મળી રહે છે. અમે સવારથી લઈ સાંજ સુધી વિવિધ વિસ્તારોમાં ૨થી ૩ કલાકની બેચ પ્રમાણે સરેરાશ રોજના ૯૦ બાળકોને ભણાવીએ છે. જાે કે, હાલ ધો.૬ થી ૮ની શાળા શરુ થઈ ગઈ છે તેથી અમે ધો.૧ થી ૫ના બાળકોને ભણાવી રહ્યાં છે. હું ૨૧ વર્ષથી શિક્ષક તરીકે કાર્યરત છું. અમારી પાસે બાળકો જે ઉત્સાહ સાથે ભણવા આવે છે, તે જાેઈને ખૂબ જ આનંદ થાય છે. તેઓ અમારા જતાં પહેલાં જ શેતરંજી પાથરી, પુસ્તકો ખોલી ભણવા માટે સજ્જ હોય છે.

અમે બાળકોને ભણાવતી વખતે કોરોનાની તમામ ગાઈડ લાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવીએ છે. અમે તેમને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ આપીએ છે. સ્લમના ગરીબ બાળકોનો શિક્ષણ પ્રત્યેનો આવો લગાવ જાેઈ અમારો ઉત્સાહ પણ બેવડાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપ ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજ્યમાં સીએસઆર ફંડ હેઠળ શિક્ષણ માટે આવાં પ્રોજેક્ટસ્નો લાભ લેનારી અમારી પ્રથમ શાળા છે. એપોલો ટાયર્સના સીએસઆર પ્રોજેક્ટ દ્વારા આગામી સમયમાં ટાયર થીમ પર અનોખું ગાર્ડન પણ બનાવવામાં આવશે. શેરી શિક્ષણ હેઠળ અમારા શિક્ષકો એવી જગ્યાઓ પર જઈ બાળકોને ભણાવે છે, જ્યાં થોડીવાર માટે ઉભાં રહેવું પણ મુશ્કેલ છે. પરંતુ તમામ તકલીફોને ગણકાર્યા વિના તેઓ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે કરે છે. તેમની આવી શ્રોષ્ઠ કામગીરી જાેઈ આ વર્ષે ખાનગી શાળાના ઘણાં વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો છે.

કોરોનાકાળમાં જ્યારે છેલ્લાં દોઢ વર્ષથી શાળાઓ બંધ છે અને શિક્ષણનું માધ્યમ ઓનલાઈન થયું છે, તેવામાં બાળકોને શાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણની અનુભૂતિ મળે તે હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તેમણે શહેરના એસઆરએફ ફાઉન્ડેશનના સહયોગથી સોલાર સિસ્ટમથી ચાલતી બસમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ, પ્રોજેક્ટર તેમજ એર કન્ડિશનર જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વર્ગખંડ તૈયાર કર્યો છે. જેમાં ભાથુજી નગર, સોનિયા નગર, વુડાના મકાન, બ્રહ્મા નગર, રાજીવ નગર, દરજીપુરા, સવાદ ક્વાટર્સ, વણઝારા ટેકરી સહિતના અન્ય વિસ્તારોના ૩૪૮ જેટલાં બાળકોને કોરોનાની તમામ ગાઈડ લાઈન્સના પાલન સાથે ભણાવવામાં આવે છે. જે વિશે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નિરીક્ષક અને વહીવટ દિલીપ ત્રિવેદીએ કહ્યું હતું કે, આજથી બે મહિના પહેલાં હું હરણીની શાળામાં નિરીક્ષક તરીકે ગયો હતો. ત્યાં એસઆરએફ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર વિરલભાઈએ મને આ બસ બતાવી હતી.

Related Posts