અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી હુમલાની ઘટનાને લઈને તબીબોમાં રોષ જાેવા મળ્યો છે અને મધરાતથી સોલા સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબો હડતાલ પર ઉતર્યા છે. ગઈ કાલે મધરાતે બે વાગ્યાના અરસામાં દર્દીના મિત્રોએ ઓર્થોપેકિડ વિભાગના ડૉક્ટર પર હુમલો કર્યો હતો. હુમલો કરનારા શખ્સો નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.
આ સમયે સાથી તબીબો અને હોસ્પિટલ સ્ટાફે દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડ્યો અને બાદમાં પોલીસ ફરિયાદ થઈ હતી. ૧૬૦ જેટલાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં આ રીતે બીજી વખત તબીબ પર હુમલા થયાની ઘટનાનું પુનરાવર્તન થયું છે.
સિવિલ હોસ્પિટલનો સિક્યોરીટી સ્ટાફ પણ માત્ર મૂકપ્રેક્ષક બનીને બેસી રહેતા અનેક સવાલ ઊઠી રહ્યાં છે. ત્યારે હુમલાખોર શખ્સો સામે પગલાં લેવાય અને તબીબ પર હુમલાની ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે.
Recent Comments