fbpx
રાષ્ટ્રીય

સોવરિન ગોલ્ડ બોન્ડ તરફ રોકાણકારો આકર્ષાતા, કેન્દ્ર સરકાર હવે સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે

કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન રોકાણકારોનું સોના તરફ વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સોવરિન ગોલ્ડ બોન્ડ તરફ રોકાણકારો ખૂબ જ આકર્ષાયા છે અને હવે ફરી એકવાર તમને સસ્તું સોનું ખરીદવાની તક મળી રહી છે. કેન્દ્ર સરકાર ૨૦ જૂનથી સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ દરમિયાન, શેરબજારમાં ભારે અસ્થિરતાને કારણે, ગોલ્ડ બોન્ડ્‌સ તરફ ઝોક વધ્યો છે. આ બે વર્ષમાં આ બોન્ડનું વેચાણ નવેમ્બર ૨૦૧૫માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના કુલ વેચાણના ૭૫ ટકા છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (જીય્મ્) ના આગામી હપ્તાનું વેચાણ સોમવારથી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે. આ હપ્તા માટે સોનાની ઇશ્યૂ કિંમત ૫,૦૯૧ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષનો આ પહેલો અંક હશે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને સરકારે ગ્રામ દીઠ રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે અને આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે અરજદારોએ ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરવી પડશે. આરબીઆઈના ડેટા અનુસાર,

નવેમ્બર ૨૦૧૫માં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮,૬૯૩ કરોડ (૯૦ ટન સોનું) એકત્ર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૦-૨૧માં કુલ રૂ. ૨૯,૦૪૦ કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી, જે એકત્ર કરાયેલ કુલ રકમના લગભગ ૭૫ ટકા છે. ઇમ્ૈંએ ૨૦૨૧-૨૨ દરમિયાન જીય્મ્ના ૧૦ હપ્તા બહાર પાડીને કુલ રૂ. ૧૨,૯૯૧ કરોડ (૨૭ ટન) એકત્ર કર્યા. સેન્ટ્રલ બેંકે જીય્મ્ ના ૧૨ હપ્તા બહાર પાડીને ૨૦૨૦-૨૧માં કુલ રૂ. ૧૬,૦૪૯ કરોડ (૩૨.૩૫ ટન) એકત્ર કર્યા હતા. મુંબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેરોસ કેપિટલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રિશાદ માણેકિયાએ જણાવ્યું હતું કે જીય્મ્જને ભૌતિક સોનું રાખવાના વિકલ્પ તરીકે જાેઈ શકાય છે અને તેમાં રોકાણ કરવાથી વળતર મળે છે. તે સરકાર અને સુરક્ષા દ્વારા સમર્થિત હોવાના દૃષ્ટિકોણથી ફાયદાકારક વિકલ્પ છે. મધ્યસ્થ બેંક વાસ્તવમાં ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (ૐેંહ્લ), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે એસજીબીનો કાર્યકાળ આઠ વર્ષનો રહેશે, જેમાં ૫મા વર્ષ પછી તેને અકાળે રોકડ કરી શકાશે. આ વિકલ્પનો ઉપયોગ જે તારીખે વ્યાજ ચૂકવવાપાત્ર હોય તે તારીખે કરી શકાય છે.

Follow Me:

Related Posts