સોશિયલ મિડીયા પર મક્કાના પૂર્વ ઈમામનો વિડીયો વાયરલ થયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉદી અરબની ગ્રાન્ડ મસ્જિદના પૂર્વ ઈમામ શેખ અદેલ અલ કલબાની ટીશર્ટ પહેરીને હાર્લી ડેવિડસન બાઈકની સવારી કરી રહ્યા છે. તેમનો આ વીડિયો વાયરલ થતા જ અરબ જગતમાં ચર્ચા છેડાઈ ગઈ છે. અનેક લોકોએ તેમનું સમર્થન કર્યું તો કેટલાક લોકો તેમની ટીકા પણ કરી રહ્યા છે.
આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર અરબ જગતના ટિ્વટર પર મૌલાના સંલગ્ન ટ્રેન્ડ્સ જાેવા મળ્યા. પૂર્વ ઈમામનો આ વીડિયો કોઈ ફેને રેકોર્ડ કર્યો છે. જેમાં તેઓ હાર્લી ડેવિડસનની બાઈક પર બેઠેલા જાેવા મળે છે. જીન્સ અને ટીશર્ટ ઉપર તેમણે કાળી હાફ જેકેટ પહેરી છે. અલ અરેબિયા ન્યૂઝ મુજબ તેમના જેકેટ પર અમેરિકી ઝંડા સહિત અનેક અન્ય ચિન્હ પણ છે. વીડિયોમાં પૂર્વ ઈમામ ખુબ ખુશ જાેવા મળી રહ્યા છે.
વીડિયોમાં જ્યારે એક યુવકે તેમને વિક્ટ્રી સાઈન દેખાડવાનું કહ્યું તો તેમણે આંગળીઓથી ફ નો ઈશારો પણ કર્યો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના બે ફાડિયા પડી ગયા. અનેક લોકો મૌલાનાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાય લોકોએ પરંપરાગત વસ્ત્રો ન પહેરવા બદલ તેમની ટીકા પણ કરી છે. એક યૂઝરે ટિ્વટર પર લખ્યું કે શેખે એવું કશું કર્યું નથી જેના પર પ્રતિબંધ હોય. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે તેના માટે તેઓ આઝાદ છે. આપણી અંદર એક સોચ બની ગઈ છે કે ઈમામ ખાસ પ્રકારના કપડા જ પહેરે છે. કઈક અલગ પહેરે તો તે આપણે સ્વીકારી શકતા નથી. આ ખોટું છે.
નિર્માણને દુનિયાના નિર્માતા પર છોડી દો. પોતાના અને પોતાના પરિવારના મુદ્દા જુઓ. વીડિયો સામે આવતા જ અન્ય લોકોના પણ રિએક્શન આવી રહ્યા છે. પરંપરાગત પોશાક ન પહેરવા બદલ આલોચના થતા તેનો જવાબ આપતા એક યૂઝરે લખ્યું કે બાઈક ચલાવવાની મનાઈ નથી. એક અન્ય યૂઝરે મૌલાનાના આધુનિક કપડાંની ટીકા કરી. અન્યએ લખ્યું કે મૌલાનાનો પહેરવેશ શાલીનતા અને શિષ્ટાચારથી ઘણો દૂર છે.
Recent Comments