રાષ્ટ્રીય

સોશિયલ મિડીયા પર લોકોએ પનીર બટર મસાલા શબ્જી પર કેટલા ટકાના મીમ્સ ફરતા થયા

જીએસટીના વધારા બાદ સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ થઈ છે. લોકો પૂછી રહ્યાં છે કે પનીર પર ૫ ટકા જીએસટી, બટર પર ૧૨ ટકા અને મસાલા પર ૫ ટકા જીએસટી લગાવવામાં આવી રહ્યો છે. તો પનીર બટર મસાલા પર કેટલા ટકા જીએસટી લાગશે? આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રશ્ન ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના મીમ્સ પણ બનાવી રહ્યાં છે.

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ દેશમાં ૧૮ જુલાઈથી લોટ, દહીં, ચોખા, દાળ સહિત અનેક વસ્તુ પર જીએસટી લાગૂ કરવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુ પર જીએસટી લાગૂ થયા બાદ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે આ ર્નિણય પર કેટલીક સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે કોઈ છૂટક વસ્તુ ખરીદો તો તેના પર જીએસટી લાગશે નહીં. પરંતુ પેકિંગમાં દહીં, લસ્સી, પનીર, લોટ, ચોખા, દાળ ખરીદવામાં આવશે તો જીએસટી લાગશે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં કેટલાક રસપ્રદ મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts