રાષ્ટ્રીય

સોશિયલ મીડિયામાં વાઈરલ વિડીયોમાં ઝૂલા પર ઝૂલતા લોકોનો અચાનક પોતાનો જીવ મુકાયો જાેખમમાં

આજના જમાનામાં જાેવા મળે છે આધુનિક ઝુલાઓ કે એક મિનિટમાં આકાશમાં મુસાફરી કરાવે છે… પરંતુ ઘણી વખત ટેકનિકલ ખામીઓના લીધે ઝૂલા પર ઝૂલતા લોકો પોતાનો જીવ જાેખમમાં મુકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આવું જ કંઈક આ ઝૂલાાં થયું કે હંગામો મચી ગયો.. આ વીડિયો ચીનના એક શહેરનો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ઝૂલો એક પેન્ડુલમ રાઈડ છે.. આ રાઈડની જાેઈને મજા તો આવે છે પરંતુ રાઈડમાં બેસતાની સાથે જ પરસેવો છૂટી જાય છે…પહેલા આ રાઈડ આખી ઉપર જાય છે અને આખી ગોળ ફરીને નીચે આવે છે..

આ રાઈડમાં જરૂર કરતા વધુ લોકો સવાર હતા અને તરત જ આ ઝૂલો આકાશમાં ગયો ત્યારે પેન્ડુલમ રાઈડ અધવચ્ચે જ અટકી ગઈ. રાઈડ અટકતાની સાથે જ હલચલ મચી ગઈ હતી, કારણ કે આકાશમાં પહોંચ્યા પછી જ્યાં લોકો ઉંધા લટકતા હતા ત્યાં જ રાઈડ અટકી ગઈ હતી. આ બધું કેવી રીતે બન્યું તે રાઈડના કર્મચારીઓ પણ સમજી શક્યા નહોતા.. કર્મચારીઓએ તરત જ રાઈડ ઠીક કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક કર્મચારીઓ ઉપર ચઢવા લાગ્યા, પરંતુ લાંબા સમય સુધી રાઈડ ઠીક ન થઈ ઝૂલા પર સવાર લોકો બૂમો પાડવા લાગ્યા અને રડવા લાગ્યા.

આખરે, કોઈક રીતે રાઈડમાં થયેલી ટેકનિકલ ખામીને સુધારી દેવામાં આવી અને રાઈડ પાછી શરૂ થઈ ગઈ… આ રાઈડના કર્મચારીઓએ આની જવાબદારી લઈને રાઈડમાં સવાર લોકોના પૈસા પરત કરી દીધા હતા. આ ઘટનામાં ઘણા લોકોને તકલીફ પડી હતી, અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમની સંભાળ લેવામાં આવી હતી. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

Related Posts