સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા ચર્ચામાં, ટ્રોલરના નિશાના પર અનુષ્કા શર્મા
સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા ચર્ચામાં રહે છે. તે હંમેશાં પોતાની પોસ્ટ દ્વારા ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અત્યારે એક્ટ્રેસ અને પ્રોડ્યુસર અનુષ્કા શર્મા ફોટોગ્રાફર્સ પર ગુસ્સો થવાના કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સના અનુસાર, અનુષ્કા- વિરાટ પોતાની દીકરી વામિકાની સાથે એરપોર્ટ પર જાેવા મળ્યા હતા જ્યાં ફોટોગ્રાફર્સે તેમનો ફોટો ક્લિક કરવા માટે પડાપડી કરી હતી. અનુષ્કા જેવી એરપોર્ટ પર પહોંચી તો ફોટોગ્રાફર્સે તેને કેમેરામાં કેદ કરી લીધી. ફોટોગ્રાફર્સે અનુષ્કા અને વિરાટની તસ્વીર ક્લિક કરવાનું શરૂ કર્યું અનુષ્કા તેમના પર ભડકી. પરંતુ એવું તો શું થયું કે અનુષ્કાએ ફોટોગ્રાફર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. અનુષ્કાને કેમેરામેનની સાથે આવો વ્યવહાર કરવા માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આમ તો એરપોર્ટ પર સેલિબ્રિટીઝ ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ જાય છે. કેટલાક સ્ટાર્સ તો ફોટોગ્રાફર્સના કહેવા પર ઊભા રહીને પોઝ પણ આપે છે.
પરંતુ રિપોર્ટ્સના અનુસાર, અનુષ્કાએ ફોટોગ્રાફર્સ સાથે જેવું વર્તણ કર્યું, તેના પછી તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. જેના પછી લોકો અનુષ્કાના વર્તણ પર રિએક્ટ કરી રહ્યા છે. આ પહેલી વખત નથી કે એરપોર્ટ પર વિરાટ અને દીકરી વામિકાની સાથે અનુષ્કાની તસવીર ક્લિક કરવામાં આવી હોય. તો આખરે એવું તો શું થયું કે એક્ટ્રેસને ફોટોગ્રાફર્સ પર ગુસ્સો આવ્યો શું હતું કારણ. વિરાટ અને અનુષ્કા પહેલા પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે તેમને વામિકાની તસવીર ક્લિક કરવાનું નથી ગમતું પરંતુ ફોટોગ્રાફર્સે જ્યારે તેનો ફોટો ક્લિક કર્યો તો અનુષ્કાએ ગુલ્લામાં પૂછ્યું, ‘આ શું કરી રહ્યા છો. ’
તેના જવાબમાં કેમેરામેને કહ્યું કે તેમને બેબીની તસવીર ક્લિક નથી કરી, તેમને માત્ર વિરાટ અને તેમનો ફોટો ક્લિક કર્યો છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, નેટિઝન્સ સોશિયલ મીડિયા પર અનુષ્કાને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આ બિહેવને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. કોઈએ એક્ટ્રેસને ઘમંડી ગણાવી. તો અન્ય યુઝરે લખ્યું, તેને આટલો ભાવ આપવાનું બંધ કરો, તેને નોર્મલ લોકોની જેમ જ ટ્રીટ કરવામાં આવે તો ખબર પડે…’ બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવા માગે છે.
અનુષ્કા અને વિરાટ પણ તેમાંથી એક છે. તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમની દીકરીની પ્રાઈવેસીનું સન્માન કરવામાં આવે. તેઓ પોતાની દીકરીને મીડિયા અને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માગે છે. પહેલા પણ કપલે ફેન્સ અને મીડિયાને તેમની દીકરીની તસવીર શેર ન કરવાની વિનંતી કરી હતી.
Recent Comments