રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર ટોસ્ટ મેકીંગનો વીડિયો જબરદસ્ત થઈ રહ્યો છે વાયરલ…

સવાર સવારમાં ચાની સાથે બ્રેડ અથવા ટોસ્ટ ખાવાની એક અલગ જ મજા હોય છે. ખાલી પેટ ચા પીવી સારી બાબત નથી. તેથી સવારમાં બ્રેડ અથવા ટોસ્ટ સૌથી સારો નાશ્તો કહેવાય છે. ઘણા લોકો એવા પણ હોય છે, જેમને ટોસ્ટ એટલા પસંદ હોય છે કે, એક બેઠેકે જ ગપાગપ ખાઈ જતાં હોય છે, પણ શું આપ જાણો છો કે, આપના આ ફેવરીટ ટોસ્ટ આખરે કેવી રીતે બને છે. જાે એક વાર આપ ફેક્ટરીનો અંદરનો વીડિયો જાેશો, તો ટોસ્ટ ખાવાનું કાયમ માટે છોડી દેશો. ઈંસ્ટાગ્રામ ખ્તટ્ઠદ્બીિાીહ્વટ્ઠટ્ઠॅ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ટોસ્ટ મેકિંગ જાેઈને આપના હોશ ઉડી જશે.

નાનપણથી જે વાચ ડરાવવા માટે કહી અને સાંભળવામાં આવી, તે આંખોની સામે સાચી સાબિત થતી જાેઈ. એક વર્કર ટોસ્ટ બનાવવા માટે તૈયાર કરવામાં આવતા લોટને પગથી ગૂંથીને તૈયાર કરે છે. તો વળી પકડાઈ જતાં ભૂલ નહીં હોવાની કહી રહ્યો છે, આ વીડિયોને ૧ લાખથી વધારે લાઈક્સ મળી ચુકી છે. સોશિયલ મીડિયા પર ટોસ્ટ મેકીંગનો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેને એક શખ્સે છાનામાના પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે અને પોલ ખોલી નાખી છે. એક શખ્સ ટોસ્ટનો લોટ ગૂંથવા માટે પગની મદદ લઈ રહ્યો છે. કેમ કે આ લોટને વધારે તાકાતની જરુર પડે છે. તેથી હાથની જ્ગ્યાએ પગથી તે લોટ મસળી રહ્યો છે. ફેક્ટરીમાં તેના ઉપરાંત કોઈ નહોતું. તેથી હાથની જગ્યાએ પગનો ઉપયોગ કરીને લોટ ગૂંથી રહ્યો છે.

ફેક્ટરીમાં તેના સિવાય કોઈ નહોતું. તેથી આ શખ્સ આરામથી તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને સફાઈ કરનારા કામ તે પગથી કરી રહ્યો છે. આ વીડિયોને એક શખ્સે ધીમેથી તેને ખબર ન પડે તે રીતે ઉતારી લીધો હતો. વીડિયો રેકોર્ડ કરનરા શખ્સ વર્કરની સામે પહોંચીને તેના માલિકનો ફોન નંબર માગે છે. જેથી તેના કાંડ તેને કહી શકે. બાદમાં વર્કરની હાલત ખરાબ થઈ ગઈ. અલગ અલગ બહાના બનાવવા લાગ્યો. બધાને હેરાની ત્યારે થઈ જ્યારે નજરની સામે જાેવા મળેલું સચ કેમેરામાં કેદ થઈ ગયું. જેને આપ પણ જાેઈ શકશો. આ પ્રકારના આહાર ખાવાથી દૂર રહેવું જાેઈએ. જેમાં સફાઈની કોઈ ગેરેન્ટી હોતી નથી.

Related Posts