fbpx
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર માતાપિતા નહીં શેર કરી શકે બાળકોની તસવીરો!.. હવે આવશે આ કાયદો

આજકાલ લોકો પોતાની નાની-નાની સિદ્ધિઓથી ખુશ ઓછા હોય છે, પરંતુ તેને સોશિયલ મીડિયા પર વધારીને બતાવે છે. વાત નાની હોય કે મોટી ઇન્ટરનેટ પર પિક્ચર્સ શેર કરવાનું લોકો ક્યારેય ભૂલતા નથી. સોશિયલ મીડિયાનું એડિક્શન એટલી હદે વધી રહ્યું છે કે, લોકો પોતાની પ્રાઇવસી વિશે પણ ધ્યાન આપતા નથી અને જીવનમાં ઘટી રહેલી નાની-મોટી દરેક વાતને કંઇ પણ વિચાર્યા વગર સોશિયલ મીડિયામાં શેર કરી દે છે. આપણે પુખ્ત વયના લોકો હજી પણ આવું ધ્યાનથી આપણી ઇચ્છા અનુસાર કરીએ છીએ. પરંતુ બાળકોની પ્રાઇવસી વિશે કોઈ ધ્યાન આપતું નથી.

આ જ કારણ છે કે ફ્રાંસમાં સરકારે આ મુદ્દે મોટો ર્નિણય લેવાની જાહેરાત કરી છે. અહીં માતા-પિતા પર ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર તેમના બાળકોના ફોટોગ્રાફ્સ મૂકવા પર કાયદો ઘડવામાં આવશે. ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ એક એવા કાયદાને મંજૂરી આપી દીધી છે, જે માતા-પિતાને પરવાનગી વિના તેમના બાળકોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની મંજૂરી નહીં આપે. જાે તેઓ આમ કરે છે, તો તેમને કાયદા અંતર્ગત સજા થઈ શકે છે. અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવ ફ્રાંસના સાંસદ બ્રૂનો સ્ટૂડરે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે કાયદા દ્વારા માતા-પિતાને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે અને બાળકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જેથી તેઓ સમજી શકે કે તેમના ફોટો માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે કિશોરાવસ્થામાં બાળકોની આટલી બધી તસવીરો શેર કરવામાં આવે છે, જેનો ખોટા પ્લેટફોર્મ પર દુરુપયોગ થઈ શકે છે, જ્યારે શાળામાં ફોટાને કારણે બાળકો ગુંડાગીરીનો ભોગ બની શકે છે. શું છે નવા કાયદાની જાેગવાઇઓ?.. તે જાણો.. નવા કાયદા હેઠળ કોર્ટને માતા-પિતાને સોશિયલ મીડિયા પર બાળકોના ફોટા મુકવા પર પ્રતિબંધ મુકવાનો અધિકાર મળશે.

બાળકના અધિકારો માટે માતા અને પિતા બંને જવાબદાર રહેશે. જાે આ તસવીર સોશિયલ મીડિયા પર જશે, તો પહેલા બાળકની ઉંમર પ્રમાણે બાળક પાસેથી પરવાનગી લેવી પડશે. જાે કોઇ આ નિયમ તોડશે તો માતા-પિતાને સજા થશે. એટલું જ નહીં જાે બાળકની ગરિમા કે નૈતિકતા પર કોઇ ગંભીર અસર થશે, તો માતા-પિતા બાળકના ફોટોનો ક્યારેય ઉપયોગ નહીં કરી શકે.

Follow Me:

Related Posts