fbpx
ગુજરાત

સો.મીડિયામાં વીડિયો બનાવનારા સાવધાન રહો…સુરતમાં ૧૯ વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે મોત

સુરતમાં સો.મીડિયા વીડિયો બનાવવા જતા યુવકનુ ટ્રેનની ટક્કરે મોત થયું

સોશિયલ મીડિયામાં રાતોરાત પ્રસિદ્ધ થવાને લઈને યુવાનો વીડિયો બનાવતા હોય છે, ત્યારે વીડિયો બનાવતાં સમયે દાખવેલી બેદરકારીને લીધે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ ઘટના સુરતના સચિન વિસ્તારમાં સામે આવી છે. નેપાળથી બે દિવસ પહેલા જ કામની શોધમાં સુરત આવેલો યુવક ટ્રેન સાથે વીડિયો બનાવવા જતાં દુર્ઘટના સર્જાઇ હતી. યુવક વીડિયો ઉતારી રહ્યો હતો તે સમયે જ ટ્રેનની અડફેટે આવી જતાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે. આજના યુવાનો સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે ખતરનાક વીડિયો શૂટ કરીને અપલોડ કરતાં હોય છે. જેના કેવા ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે, તે સુરતની આ ઘટના પરથી વિચારી શકાય તેમ છે. આવા વીડિયો બનાવવા માટે કેટલાક યુવાનો જિંદગી સામે ચેડાં કરતા હોય છે અને ખતરનાક સ્ટંટ પણ કરતાં હોય છે.

જેના લીધે આખરે જિંદગીથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. મૂળ નેપાળનો વતની એવો ૧૯ વર્ષીય પ્રકાશ મંગલ નામનો યુવાન બે દિવસ પહેલા જ રોજીરોટીની તલાશમાં પોતાના દેશથી ભારતમાં આવ્યો હતો અને સુરતમાં તેના સંબંધીઓને ત્યાં રોકાયો હતો. જાેકે, ગઈકાલે રાત્રે સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં આ યુવકને વીડિયો બનાવવાની ઈચ્છા થઈ હતી અને તે વીડિયો બનાવી રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવતી ટ્રેને તેને અડફેટે લીધો હતો. જેના લીધે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જે તેનું મોત થયું હતું. જાેકે. ૧૯ વર્ષીય યુવક રોજીરોટીની તલાશમાં આવ્યા બાદ આજથી નોકરીએ જવાનો હતો. તે પહેલા જ આગલી રાતે તેનું મોત થયું છે. ઘટનાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Follow Me:

Related Posts