મેક્સિકન-અમેરિકન એક્ટ્રેસ સલમા હયકને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ૨૪ મિલિયન ફોલોઅર્સ મળી ગયા છે. ૫૬ વર્ષની સલમાએ આ પ્રસંગને ઉજવવા માટે ડાન્સ વીડિયો શેર કર્યો છે. જેમાં ડાન્સ કરતી વખતે સલમા એટલી બધી ખુશ થઈ હતી કે, તેના કપડાં સરી પડ્યા હતા. જાે કે સલમાએ તેની ચિંતા કર્યા વગર ડાન્સ ચાલુ રાખ્યો હતો. સલમાએ આ વીડિયોને ’૨૪ મિલિયન રીઝન્સ ટુ સ્માઈલ’ તરીકે ઓળખાવ્યો હતો અને આ સફરમાં સાથ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો. આ વીડિયોમાં લેટિન મ્યૂઝિક પર બાથરોબ પહેરીને ડાન્સ કરતી સલમા જાેવા મળે છે. સલમાએ પહેરેલું સફેદ ગાઉન તેનાશરીર પરથી સરવા માંડે છે, પરંતુ તેને પકડી રાખવાના બદલે સલમા પોતાના સ્ટેપ્સ ચાલુ રાખે છે. સલમાએ આ બોલ્ડ ડાન્સનો વીડિયો તો શેર કર્યો હતો, પરંતુ તેને અપલોડ કરતા પહેલા વધારે પડતા બોલ્ડ કે વાંધાજનક સીન્સને સેન્સર કરી દેવાયા હતા. સલમાના આ વીડિયોને પેરિસ હિલટન સહિત અનેક સેલિબ્રિટીઝે વખાણ્યો હતો. જ્યારે ઘણાંએ વીડિયો બ્લર હોવાની ફરિયાદ કરી હતી.
સો.મીડિયા ૨૪ મિલિયન ફોલોઅર્સ મળતાં સલમા હયકનું સેલિબ્રેશન કર્યું

Recent Comments