ગુજરાત

સૌથી વધુ હાલાકી મહિલા કંડક્ટરોને થાય છે

એસટી નિગમની ટિકીટ બુક કરવાની સાથે બસની માહિતી સાથે કંડક્ટરનો પર્સનલ મોબાઈલ નંબર પણ મોકલાય છે. પરંતુ ઘણીવાર પેસેન્જરો આ મોબાઈલ નંબર પર કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સોશિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ, ગુડ ઈવનિંસ સહિતના મેસેજ પણ મોકલે છે. જેમાં ઘણીવાર પેસેન્જરો રાતે પણ કંડક્ટરોને ફોન કરી વાત કરવાની કોશિષ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ હાલાકી મહિલા કંડક્ટરોને થાય છે. એસટી નિગમમાં લગભગ ૧૩૫૦૦ કંડક્ટરો ફરજ બજાવી રહ્યા છે જેમાં ૨૫૦૦ મહિલા કંડક્ટરો પણ છે.

એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોને કંડક્ટરોના પર્સનલ મોબાઈલ નંબર પેસેન્જરોને મોકલાય છે. મહિલા કંડક્ટરોના નંબર મળતા કેટલાક પેસેન્જરો તેમનો નંબર સેવ કરી તેમને મેસેજ મોકલે છે. જેમાં જાે આ મેસેજ મહિલા કંડક્ટરના પરિવારના સભ્યો જાેઈ લે તો ક્યારેક તેમને સમસ્યા થાય તેવી શક્યતા છે. કેટલાક પેસેન્જરો તો ગાળો બોલતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ અંગે એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ કહ્યું કે, કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરનારા પેસેન્જરો સામે પગલાં લેવામાં આવશે.

Related Posts