અમરેલી

સૌની યોજના મારફત નર્મદાનું પાણી છોડી અમરેલી જિલ્લાના જળાશયો ભરો : ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

 લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી છોડી અમરેલી જિલ્લાના તમામ જળાશયો ભરવામાં આવે જેથી ખેડૂતોને પોતાના પાક માટે પિયત કરવાનું અનુકૂળ રહે     ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રીને પત્રમાં વધુ રજૂઆત કરી છે કે જળાશયો ભરવા માટે પાઈપલાઈન ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તે તમામ જળાશયો ભરવા અતિ જરૂરી બનતા છે ગત સારા ચોમાસાના કારણે ચેકડેમ,તળાવ સહિત સ્થાનિક નદીઓમાં પાણી હતા જેથી ખેડૂતોને પોતાના પાક માટે પિયત મળી રહેતું હતું પણ હવે પાક છેલ્લી પાકણી ઉપર આવેલ છે અને પિયત ની વધુ જરૂર હોય ત્યારે જળાશયો ખાલી થઈ રહ્યા છે જિલ્લા અને તાલુકાના પ્રવાસ દરમિયાન ખેડૂતો પાસેથી પોતાને રજુઆત પણ સતત મળતી રહે છે   ત્યારે સૌનીયોજના મારફત નર્મદાનું પાણી છોડી જિલ્લાના જળાશયો ભરવામાં આવે તો  ખેડૂતોને પોતાના પાક માટે પૂરતું પિયત મળી રહે તેવું અંતમાં ધારાસભ્ય દ્વારા રજુઆત કરેલ છે

Related Posts