૩૩ ગામ માં છ કરોડ પાંસઠ લાખ ગૌચર સુધારણા માં વપરાયા હોય તો ગૌચર લીલાચમ હોય.લાઠી લીલીયા તાલુકા માં ૩૩ ગ્રામ્ય માં ગૌચર સુધારણા હેઠળ ૬.૬૫૧૦૬૦૫ નો ખર્ચ કામ થયા વગર ૩.૧૩૦૩૦૯ તો ચૂકવી લીધા સોનો સાથ સોનો વિકાસ અમરેલી જિલ્લા માં નહિ સમગ્ર ગુજરાત અન્ય જિલ્લા ઓમાં પણ બનાવટી એજન્સી ઓને સ્થાનિક સરપંચ તલાટી અને પશુ ચિકિત્સકો એ એકબીજા ની મદદ કરી ગૌચર સુધારણા ની છ કરોડ પાંસઠ નું કાગળ ઉપર કામ કાગળ ઉપર બતાવ્યું તંત્ર એ ત્રણ કરોડ તેર લાખ તો ચૂકવી પણ દીધા સૌનો સાથ સોંનો વિકાસ લાઠી લીલીયા તાલુકા ના ૩૩ ગ્રામ્ય વિસ્તારો માં ગૌચર સુધારણા કૌભાંડ નું હેડક્વાર્ટર દામનગર બનાવ્યું
ધુધવણ ગ્રામ પંચાયત ધામેલ ગ્રામ પંચાયત સુવાગઢ ગ્રામ પંચાયત ખારા ધ્રુફણીયા જાબાળ ભીંગરાડ નાના કણકોટ કેરિયાનાગસ હિડોરણ પાણીયા સર્વોદય ગૌશાળા અમરેલી સનાળિયા ભોરીગડા સાજણટીબા ભેસાણ બવાડી સમઢીયાળા -૨ જુનાવાધણીયા સલડી હાવતડ શાખપુર વાઘણીયા બવાડા આંબા અંટાળીયા કુતણા પીપળવા ભેંસવડી જાત્રોડા લોકો સહિત ની ગ્રામ પંચાયતો ને છ કરોડ પાંસઠ લાખ ના કાગળ ઉપર કામો બતાવી ત્રણ કરોડ તેર લાખ કરતા વધુ રકમ ચૂકવાય ગઈ ગૌચર સુધારણા યોજના માટે ઉપર લેવલ થી ગોઠવણ પૂર્વક આ કૌભાંડ કરાયું દામનગર શહેર માં બનાવટી પટેલ વાડી સામે ધાર્મિક નામ થી અર્થ મુવર દર્શાવી બેંક એકાઉન્ટ ખોલાવી ગૌચર ની જમીન લેવલ માટે જેસીબી ટ્રેકટર જેવા યાંત્રિક સાધનો ના બિલ બનાવી ગૌચર ની જમીન ૩૩ ગ્રામ્ય માં લેબલ કરાયા નું તરકટ ઉભું કર્યા બાદ
આ બનાવટી એજન્સી એ એજ ધાર્મિક નામ થી દામનગર પટેલવાડી સામે સિમેન્ટ આર્ટિકલ ફેકટરી દર્શાવી ગૌચર ની ફરતે સિમેન્ટ પોલ ઉભા કરવા ના બિલ બનાવી નાણાં મેળવ્યા પછી ગૌચર ની જમીન માં પ્રોસ્ટિક ઘાસ નું બિયારણ માટે આજ એજન્સી એ આજ ધાર્મિક નામ થી એગ્રો દર્શાવી બિયારણ નું બિલ મેળવ્યું આ એજન્સી એ કોઈ પણ કામ કર્યા વગર છ કરોડ પાંસઠ લાખ નું ગૌચર સુધારણા નું કામ કર્યું હોવા નું દરેક ગામ નું કમ્પ્લીશન સર્ટી જેતે વિસ્તાર ના પશુ ચિકિત્સકો પાસે મેળવ્યું સવાલ એ છે કે છ કરોડ પાંસઠ લાખ ગૌચર સુધારણા ના નાણાં હજમ કરી જનાર વાસ્તવિક રૂપે નાણાં વાપર્યા હોય તો ગૌચર લીલાચમ હોવા જોઈ ને ? ગૌચર સુધારણા નું આટલું મોટું કૌભાંડ સબંધ કરતા તંત્ર ના આશીર્વાદ વગર શક્ય છે ?
ગૌચર સુધારણા નું કામ થયા વગર પશુ ચિકિત્સકો મફત કમ્પ્લીશન સર્ટી આપે તે વાત ગળે ઉતરે ખરી ? સ્થાનિક સરપંચ અને તલાટી ની સહી સંમતિ વગર આ કૌભાંડ થઈ શકે ખરું ? આ સમગ્ર કૌભાંડ માં સરપંચ તલાટી પશુ ચિકિત્સકો એકલા હશે ? આમાં ઉચ્ચ અધિકારી ઓ નેતા ઓની કૃપા નહિ હોય ? ખરેખર ભરોસા ની સરકાર કાગળ ઉપર જ ગૌચર સુધારણા કરી લીધી કેટલો બધો ભરોસો હશે ? ગાય ગમે ત્યાં ચરી લેશે એટલે કાગળ ઉપર ગૌચર સુધારણા કરાયું આતો માત્ર લાઠી તાલુકા ની વાત છે અન્ય તાલુકા અને અન્ય જિલ્લા ઓમાં પણ આજ એજન્સી એ કામ કર્યું છે માત્ર લાઠી લીલીયા તાલુકા ૩૩ ગામડા નું ગૌચર સુધારી દેતા આ મહાન ગૌભક્તો છ કરોડ પાંસઠ લાખ નો ખર્ચ કર્યા વગર ગૌચર સુધારી લીધું હોય તો ગુજરાત ના ૧૮ હજાર ગામ માં કેટલા અબજ માં ગૌચર સુધાર્યું હશે જય ગૌમાતા
Recent Comments