fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્રના ખેડૂતો વળ્યા ચંદનની ખેતી તરફ


ચંદન ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન સ્થાન ધરાવે છે અને વિવિધ ધાર્મિક વિધિઓમાં તેનો વ્યાપક ઉપયોગ છે. માત્ર લાકડું જ નહીં પણ તેમાંથી કાઢવામાં આવેલું તેલ પણ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, એરોમાથેરાપી અને અત્તર ઉદ્યોગનું વિશાળ બજાર ધરાવે છે. ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે ચંદનના વેચાણ માટે કર્ણાટકમાં ખાસ માર્કેટયાર્ડ છે. એક કિલો લાકડું ર. ૫,૦૦૦ થી ૭,૦૦૦ ની કિંમતમાં મળે છે જ્યારે તેનું તેલ ૧.૫ લાખ રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. જાેકે ચંદનના વાવેતરનો ખર્ચ ખૂબ ઉંચો છે. વન વિભાગના સામાજિક વનીકરણ સર્કલ દ્વારા સન્માનિત ધોરાજી તાલુકાના ખેડૂત ગોરધન લક્કડે જણાવ્યું હતું કે, “એકવાર વાવણી પૂર્ણ થઈ જાય પછી તેને જાળવણી માટે દર વર્ષે માત્ર રૂ. ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ના ખર્ચની જરૂર પડે છે.” રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ખેડૂત સુરેશ મોરડિયાએ છેલ્લા પાંચ વર્ષમાં ૬૦૦ ચંદનના વૃક્ષોની ખેતી કરી છે. મોરડિયાએ કહ્યું કે “એક વખતનું વાવેતર કરવાનું હોય છે જેના માટે એકર દીઠ રૂ. ૨૦,૦૦૦ ખર્ચ થાય છે. જેમાં ખાડા ખોદવાથી લઈને ખાતર પૂરું પાડવા સુધીની બાબત સામેલ છે. જાે કે, જે ખેડૂતો પાસે સિંચાઈની યોગ્ય સુવિધા છે તેઓ જ માત્ર ચંદનની ખેતી કરી શકે છે, ચંદનની ખેતી માટે ચોમાસા પર ર્નિભર ન રહી શકાય.” જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેડૂત ભોગાભાઈ ધરેવાડાએ ૭૦૦ ચંદનના વૃક્ષો વાવ્યા છે.

તેમણે કહ્યું, “જે ખેડૂતો પાસે વિશાળ ઉજ્જડ જમીન છે તેમના માટે આ વૃક્ષ આશીર્વાદ સ્વરુપ છે. બાગાયતી ખેડૂતો પણ ચંદનની ખેતી કરી શકે છે જાે તેઓ આ માટે થોડા એકર જમીન ફાળવે તો. નાયબ વન સંરક્ષક, રવિ રવિપ્રસાદ રાધાકૃષ્ણે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “આ વૃક્ષને ખાસ કાળજીની જરૂર છે કારણ કે તે પર્યાવરણીય ઉતાર ચઢાવને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. ઘણીવાર કેટલાક વૃક્ષોમાં અંદર સુગંધીત લાકડું તૈયાર નથી થતું તો તેના સામાન્ય લાકડાનું પણ સારું બજાર છે કારણ કે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થાય છે.ટૂંક સમયમાં જ દુનિયા ગુજરાતમાં ઉગેલા ચંદનની સુગંધથી સુગંધીત થઈ જશે. જે સાથે આપણું ગુજરાત દક્ષિણ ભારતના ચંદનના ઘર કહેવાતા રાજ્યો સાથે સ્પર્ધામાં ઉતરશે જાેકે આ દક્ષિણ ભારતને આ મામલ પાછળ રાખવું સહેલું નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચંદનની ખેતી વધી રહી છે તે જાેતા ગુજરાત ચંદન ઉત્પાદન મામલે જરુર દુનિયામાં એક નિશ્ચિત સ્થાન ધરાવશે. પાછલા વર્ષોમાં રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ચંદનની ખેતીનો પ્રયોગ શરૂ કર્યા છે.

જાેકે તેમને સફળતાની સુગંધ માટે વધુ એક દાયકા સુધી રાહ જાેવી પડશે, પરંતુ પ્રયાસો સાચી દિશામાં જઇ રહ્યા હોય તેવું લાગે છે. અને નર્સરી ધરાવતાં કેટલાક વ્યક્તિઓના દાવા પ્રમાણે સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછા ૨,૦૦૦ ખેડૂતો ચંદનની આ મીઠી સુગંધથી તેમની તિજાેરીમાં ભરવાની અપેક્ષા રાખી રહ્યા છે. મધુ ચાંગાણી છેલ્લા કેટલાક વર્ષોથી જામનગર જિલ્લાના ધુતારપર ગામમાં ચંદનની નર્સરી ચલાવે છે. તેઓ કર્ણાટક અને તમિલનાડુમાંથી બીજ લાવે છે અને નિયંત્રિત વાતાવરણમાં ગ્રીનહાઉસમાં તેના રોપાને ઉછેરે છે. આ રોપા પાછળથી ખેતરમાં રોપવામાં આવે છે. તેમણે કહ્યું કે “સૌરાષ્ટ્રના લગભગ ૨,૦૦૦ ખેડૂતો છે જે મારી પાસેથી રોપાઓ લઈ ગયા છે અને સફળતાપૂર્વક ચંદનની ખેતી કરી રહ્યા છે તેઓ મારી સાથે જાેડાયેલા છે. જંગલોમાં ચંદનના ઝાડને પરિપક્વ થવા માટે ૩૦ વર્ષ લાગે છે, પરંતુ જાે તેનું પદ્ધતિસર આયોજન કરી વાવેતર કરવામાં આવે તો, વૃક્ષ ૧૫ વર્ષના અડધા સમયમાં જ પરિપક્વ થઈ જાય છે.

Follow Me:

Related Posts