સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયુ, વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર છે. તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ તેવી શકયતા છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢંને વાવાઝોડા અંગેની ર્જીંઁ પણ આપવામાં આવી છે. જયારે એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજાેય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.વાવાઝાડોથી કોઈ નુકસાન ન થાય તે માટે દ્ગડ્ઢઇહ્લ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.તો વીજળી, સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો સતર્ક છે. અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજાેય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી ૨૪ કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.
Recent Comments