fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રના મુસાફરોને માટે મહત્વની ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયોવંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાતમાં રેલવે નેટવર્ક વધુ ઝડપી સુવિધા આપતુ થયુ છે. વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનની સુવિધાઓને લઈ મુસાફરી સરળ અને સલામતી સાથે ઝડપી પ્રાપ્ત થવા લાગી છે. જેમાં હજુ પણ અપડેટ સાથે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મુસાફરોને માટે મહત્વની ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને માટે તેમના અનુરુપતાને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં પણ અન્ય બે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તેમજ ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જે બે ટ્રેનના વિરમગામ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીને સુવિધાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવાયો છે. થોડાક સમય અગાઉ જ જામનગર અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. જેના શરુ થવાથી સૌરાષ્ટ્રને રેલવેએ મોટી ભેટ આપ્યાની ખુશીઓનો માહોલ છવાયો છે. હવે લોકોની સાનુકૂળતાને ધ્યાને રાખીને વંદે ભારત ટ્રેનના સમયમાં આશીંક ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૨૭ ઓક્ટોબર થી અમદાવાદ થી ૧૭.૫૫ કલાકને બદલે ૧૮ઃ૧૦ કલાકે ઉપડશે. બાદમાં ૧૮ઃ૧૫ કલાકે સાબરમતી, ૧૮ઃ૩૦ કલાકે સાણંદ, ૧૮.૫૮ કલાકે વિરમગામ, ૧૯ઃ૪૩ કલાકે સુરેન્દ્રનગર, ૨૦.૩૧ કલાકે વાંકાનેર, ૨૧.૦૩ કલાકે રાજકોટ તથા ૨૨.૩૫ કલાકે જામનગર પહોંચશે….ટ્રેન નંબર ૨૨૯૨૬ જામનગર -અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ૨૭ ઓક્ટોબરથી જામનગરથી ૦૫ઃ૩૦ કલાકને બદલે ૫ઃ૪૫ કલાકે ઉપડશે. જ્યારે ૬ઃ૩૫ કલાકે રાજકોટ, ૭ઃ૧૧ કલાકે વાંકાનેર, ૮ઃ૦૬ કલાકે સુરેન્દ્રનગર, ૮ઃ૪૮ કલાકે વિરમગામ, ૦૯ઃ૧૬ કલાકે સાણંદ, ૯ઃ૩૪ કલાકે સાબરમતી તથા ૧૦ઃ૧૦ કલાકે અમદાવાદ પહોંચશે….ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ના ૨૭ ઓક્ટોબર થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૧૮ઃ૫૬/૧૮ઃ૫૮ કલાકને બદલે ૧૮ઃ૫૦/૧૮ઃ૫૨ કલાકનો રહેશે….ટ્રેન નંબર ૧૯૧૦૭ ભાવનગર -એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનો ૨૯ ઓક્ટોબર થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય ૦૮ઃ૩૦/૮ઃ૩૨ કલાકને બદલે ૦૮ઃ૨૫/૦૮ઃ૨૭ કલાકનો રહેશે.

Follow Me:

Related Posts