સૌરાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, જે એક મોટો ચિંતા વિષય છે
આ વર્ષે મેઘરજ ગુજરાતમાં મનમૂકીને વરસી રહ્યા છે, સૌરાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ગઇકાલે સુરતમાં ભારે વરસાદને કારણે વણસેલી સ્થિતિ થાળે પડે તે પહેલા આજે ફરી વરસાદ ત્રાટકયો. એક તરફ ખાડીના પૂર તો બીજી તરફ વરસાદી પાણી. જેના કારણે સુરતવાસીઓની મુશ્કેલી બમણી થઇ ગઈ છે.
નવસારીમાં ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા સત્ય અહિંસા ગેટનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. બીજી તરફ વલસાડ પંથકમાં પણ વરસાદે હાલાકી સર્જી. ભારે વરસાદથી મુકુંદ ઓવરબ્રિજથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસમોટા ખાડા પડ્યા. ભરૂચ શહેરમાં પણ ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. નવસારીમાં પણ મેઘરાજાએ પોતાની તોફાની બેટીંગ યથાવત રાખતા બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા સત્ય અહિંસા ગેટના મુખ્ય માર્ગ જળમગ્ન થયો. શહેરમાં જળબંબાકારની સ્થિતિથી લોકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા. આશાપુરા મંદિર નજીક ઘૂંટણસમા પાણી ભરાયા. વરાળ નજીક આવેલી શાળામાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. ભારે વરસાદથી મોટાભાગની શાળામાં રજા આપવામાં આવી હતી. કડોદરા સુરત મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. સુરત શહેરની વાત કરીએ તો ભારે વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. ડુંભાલ વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
બીજી તરફ વલસાડમાં પણ ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મધુબન ડેમની સપાટી ૭૨.૨૫ મીટરે પહોંચી હતી. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં ૨૯ હજાર ૨૬૧ ક્યુસેક પાણીની આવક થઈ. મધુબન ડેમના ૬ દરવાજા ૦.૬૦ મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં ૧૪,૮૮૩ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું.
Recent Comments