સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઉપરવાસ ભારે વરસાદને કારણે પાણીની સતત અવાકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, નીચાણવાળા ગામને એલર્ટ કરાયું
સૌરાષ્ટ્રના મોટાભાગના ગામને પૂરું પડતો અને સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ભાદર ડેમના આજે 22 દરવાજા ખોલવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં લિલાખા ગામ નજીક આવેલા સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમના 22 દરવાજા ગતરાત્રીના રોજ 2 વાગ્યે 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઉપરવાસમાં સતત પાણીની આવક થતા ગતરાત્રીના ભાદર ડેમના 22 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને આ પગલે નીચાણવાળા વિસ્તાર અને ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ભાદર ડેમમાં હાલ 40207 ક્યુસેક પાણીની અવાક છે અને સામે 40207 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરવાજા ખોલતા નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા હતા.
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસ હજુ પણ વરસાદની આગાહી છે અને ભાદર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત અવાક થતા તેમજ ભાદર ડેમના દરવાજા ખોલતા ડેમના હેઠવાસના આવેલા ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ધોરાજી તાલુકાના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ દ્વારા સૂચના આપવામાં આવી છે.
Recent Comments