સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં ઓણ સાલ ઓછા વરસાદથી ખેડૂતોના ખેતીપાકો માટે ચિંતાના વાદળો ઘેરાયા હોય ત્યારે વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિત પત્ર પાઠવીને અમરેલી જિલ્લામાં ઓછા વરસાદથી ખેતીપાક સહિત ખેડૂતોને આગામી સમયમાં ખેતી કરવામાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતાઓને ધ્યાને લઈને અમરેલી જિલ્લાની જુગલબંધી ગણાતા ધારાસભ્ય મહેશ કસવાળા અને કૌશિક વેકરીયા આગળ આવ્યા છે ને ચોમાસાની સીઝનમાં ઓછા વરસાદથી સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા નર્મદા ડેમ ગઈકાલે જ ઓવરફલો થયો હોય જેનું પાણી છોડવામાં આવી રહ્યું હોય ત્યારે અમરેલી જિલ્લામાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવે તો પાણીના તળ ઊંચા આવે તેમ હોય અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીપાકોમાં ફાયદો થાય જેથી વધારાના પાણીથી સૌરાષ્ટ્રના ડેમો સૌની યોજના તળે ભરાઈ તેવી ખેડૂતોના હિતાર્થે લાગણી સાથે માંગણી કરતો પત્ર ધારાસભ્ય મહેશ કસવાળા અને કૌશિક વેકરીયાએ પાઠવતા અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ પાઠવેલા પત્રથી ધારાસભ્ય કૌશિક વેકરીયા અને મહેશ કસવાળા પર ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે
સૌરાષ્ટ્રભરના ખેડૂતો માટે કૌશિક વેકરીયા અને મહેશ કસવાળાની જુગલ બંધી આવી મેદાનમાં


















Recent Comments