fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળીથી માર્કેટ યાર્ડ ઉભરાયા

મહુવા માર્કૈટીંગ યાર્ડમાં મગફળીની અધધ આવકથી યાર્ડ ઉભરાયું છે.માર્કેટીંગ યાર્ડમાં શીંગની આજે એક જ દિવસમાં ૨૫,૫૯૯ગુણીની એટલે કે અંદાજે ૯ લાખ કીલોની ભારે આવક થવા પામેલ છે.યાર્ડમાં આજે ૧૧,૪૦૦ ગુણીનું વેચાણ થવા પામેલ છે. શીંગનં.૫ રૂ.૧૩૦૬ , ટી. જે. રૂ.૧૦૨૯ અને જી.૨૦ રૂ. ૧૧૫૨ના ભાવે વેચાતા ખેડુતોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી ગયેલ હોવાથી તા.૧૧ ને ગુરૂવારે સવારે ૯ કલાકથી નવી જાહેરાત ન થાય ત્યા સુધી મગફળીની આવકને પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ હોવાનું યાર્ડના સેક્રેટરીએ જાહેર કરી જેની ખેડુતભાઇઓ અને કમીશન એજન્ટોને નોંધ લેવા જણાવેલ છે.દિવાળી પછી ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે.

ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે.જાે કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. કપાસ અને મગફળી બંનેને વધુ વરસાદના કારણે નુકશાન થયું છે ઉત્પાદન ઓછું આવ્યું છે પરંતુ પ્રમાણ માં ભાવ સારા છે એટલે ખેડૂતનું વર્ષ સરભર થઈ રહ્યું છે. સારા કપાસના બજારમાં આ વખતે રેકોર્ડ બ્રેક એવા ૧૬૦૦ થી ૧૭૦૦ ના ભાવે વેચાઇ રહ્યો છે તો મગફળી સરકારે ૧૧૧૦ ભાવ નક્કી કર્યા છે પણ ખુલ્લા બજારમાં ૧૨૦૦ થી વધુ ભાવે મગફળી વેચાતી હોય યાર્ડમાં ખેડૂતો મગફળી ઓછી વેચશે એવી પણ સંભાવના પાલીતાણા માર્કેટ યાર્ડના સેક્રેટરી પ્રકાશભાઈ પંડ્યાએ વ્યક્ત કરી હતી. મગફળીની ટેકાના ભાવથી ખરીદી સોમવારથી શરૂ થશે.પાલીતાણાના ૩૫૦ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે પણ ટેકાના ભાવ ૧૧૧૦ સામે બજારમાં ૧૨૦૦ થી ૧૩૦૦ ભાવ હોય યાર્ડમાં આવક ઓછી થવાની સંભાવના રહેલી છે.

Follow Me:

Related Posts