fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રમાં તસ્કરોએ આજવા રોડ પર સોસાયટીના બંધ મકાનમાંથી ૨૬ તોલા સોનાની ચોરી કરી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એ/૧/૪૩, સુરભીપાર્ક સોસાયટીમાં રહેતા નગીનભાઈ નરસિંહભાઈ સોલંકી(ઉ.૬૨)નો પરિવાર સૌરાષ્ટ્ર દર્શને ગયો હતો. ત્યારે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૪.૮૨ લાખની ચોરી થઈ હતી. ઘરે આવીને જાેતા સામાન વેરવિખેર હતો. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી નગીનભાઈ સોલંકી ગેઇલ કંપનીમાંથી નિવૃત્ત થયેલા છે. નગીનભાઈના પુત્રએ જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં ગયા હતા. અમે રાત્રે ફરીને ઘરે પાછા આવ્યા હતા. ત્યારે ઘરને તાળુ નહોતું. ઘરમાં ગયા તો તિજાેરી ખુલ્લી હતી. જેથી અમે પોલીસને જાણ કરી હતી. અમારું ૨૬ તોલા જેટલુ સોનું હતું.

Follow Me:

Related Posts