સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી લોકો પરેશાન ત્યારે ધારાસભ્યો મંત્રી બનવા માટે ગાંધીનગર આવ્યા…

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સોમનાથના તલાલા, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, ઉના, કોડીનારમાં ૧થી ૨ ઈંચ વરસાદ, દ્વારકાના ભાણવડમાં ૧, ખંભાળિયા આૃર્ધો ઈંચ, મોરબી જિલ્લાના ટંકારામાં ધોધમાર ૩ ઈંચ, વાંકાનેર અને માળિયા મિયાણામાં દોઢ અને હળવદમાં અર્દો ઈંચ, અમરેલી જિલ્લાના વડીયા ૪ ઈંચ, બગસરા ૨ ઈંચ જ્યારે લિલીયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા , જાફરાબાદ તાલુકામાં આૃર્ધાથી એક ઈંચ, પોરબંદરના કુતિયાણામાં ૨ ઈંચ અને રાણાવાવ તથા પોરબંદરમાં એક ઈંચ વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી એકંદરે ખુશીની લહેર છવાઈ છે. રાજકોટ જિલ્લામાં લોધિકામાં ૧૮ કલાકમાં ૨૩ ઈંચ ધોધમાર વરસાદથી માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા હતા. લોધિકા તાલુકાના ખીરસરા ,છાપરા પાસે રાજકોટ-કાલાવડ રોડ પર માર્ગો પર ધસમસતા પાણીમાંકારથી માંડીને કાલાવડ રોડ પર ટ્રક સહિતના અસંખ્ય વાહનો ં તણાયા હતા. જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં ૧૦, ધોરાજી તાલુકામાં ૧૨ ઈંચ, ગોંડલમાં ૧૦, ઉપલેટા ૮ ઈંચ, જામકડોરણા ૬ ઈંચ, જેતપુરમાં ૩ ઈંચ વરસાદથી સમગ્ર જિલ્લામાં રાજકોટનો ન્યારી-૧ ઉપરાંત ગોંડલનું વેરી તળાવ, ઉપલેટાનો મોજ ડેમ, પડધરી પાસે આજી-૩, ડોંડી, ખોડાપીપર સહિતના જળાશયો, વેણુ-૨ વગેરે ડેમો ઓવરફ્લો થયા છે. જિલ્લા તંત્ર દ્વારા અલંગથી પાંચ બોટઅને ૧૫ તરવૈયાઓની ટીમ રાજકોટ શહેર અને ધોરાજીમાં મોકલાઈ હતી.

રાજકોટમાં ૧૩૫૫, ગોંડલમાં ૨૫૦ સહિત જિલ્લામાં ૩ હજારથી વધુ લોકોનું સૃથળાંતર કરાયું હતું. જુનાગઢ જિલ્લામાં ગીરનાર અને દાતાર પર્વત પર ૧૮ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વિસાવદર ૧૭ ઈંચ, જુનાગઢમાં ૭ ઈંચ, માળિયાહાટીના,મેંદરડા, કેશોદમાં ૪, ભેંસાણ, વંથલી અને માણાવદર તાલુકામાં ૫ ઈંચ અને માંગરોળમાં ૩ ઈંચ વરસાદથી ચોતરફ પાણીના પૂર આવ્યા હતા. વિલિગ્ડન, આણંદપુર, હસનાપુર, નરસિંહ તળાવ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. વહીવટીતંત્રએ ભારે વરસાદના પગલે દામોદાર કુંડ , વિલિગ્ડન ડેમ પર જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રજાની સેવા કરવી છે તેવા વાંરવાર ઉદગારો ઉચ્ચારનારાં ભાજપના નેતાઓની સત્તાલોલુપતાની પોલ ઉઘાડી પડી છે કેમકે, એક બાજુ, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની જનતા પારાવાર મુશ્કેલી અનુભવી રહી છે. પુર જેવી સ્થિતીને કારણે ઘરવખરી તણાઇ ગઇ છે. કોઇ પુછનાર નથી. આ સ્થિતીમાં મત વિસ્તારની જનતાને ભગવાન ભરોસે છોડી ભાજપના ધારાસભ્યો રાજધાની ગાંધીનગરમાં મંત્રીપદ મેળવવા ટાંટિયાખેંચમાં વ્યસ્ત બન્યા છે.

આ કારણોસર લોકો ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.જમનગર, સોમનાથ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ૪૦ હજાર હેક્ટર જમીન ધોવાઇ ગઇ છે. ખેતીને લાખો રુપિયાનું નુકશાન થયુ છે. હજારો પશુધન વરસાદી પાણીમાં તણાયા છે. લોકોના ઝૂંપડા અને ઘરવખરીને નુકશાન પહોચ્યુ છે. ૮૦થી વધુ ગામડાઓમાં અંધારપટ છવાયો છે. લોકો વિજળી વિના અંધારામાં રાત ગુજારી રહ્યા છે. વરસાદી પાણીમાં રસ્તાઓને નુકશાન થતાં વાહન વ્યવહાર અટવાયો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લોકો સુધી પહોંચી શકી નથી. અસરગ્રસ્તો ફુડપેકેટો ખાઇને દિવસ પસાર કરી રહ્યા છે.આવી કરુણ પરિસ્થિતી સર્જાઇ છે ત્યારે લોકોમાંએ એવી ચર્ચા છેકે, દુઃખના સમયે ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓ પ્રજા વચ્ચે જવુ જાેઇએ. તેમના પડખે રહી સમસ્યા હલ કરવી જાેઇએ. તેના બદલે ધારાસભ્યો મંત્રી બનવાની લાલચમાં ગાંધીનગર દોડયા છે.

કાર,બંગલો અને હોદ્દો મેળવવાની લ્હાયમાં ધારાસભ્યો મત વિસ્તારની દુખી જનતાને ય ભૂલ્યા છે. લોકોનુ કહેવુ છેકે, કપરા કાળમાં લોકોને ભગવાન ભરોસે છોડી ધારાસભ્યો મંત્રી બનવાની રાજકીય રમત રમવામાં વ્યસ્ત બન્યા છે. એ વાતની લોકોને ખાતરી થઇ ગઇ છેકે, ધારાસભ્યોને પ્રજા કરતાં સત્તાનો વધુ મોહ છે. એટલું જ નહીં,પ્રજાની સેવા કરવાની વાતો કરતાં ધારાસભ્યોની સત્તાલોલુપતાનો મતવિસ્તારની જનતાને ય ખ્યાલ આવી ગયો છે. ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી. રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં ૪થી ૨૩ ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ ૧થી ૪ ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જાેર યથાવત્‌ રહ્યું છે.

Related Posts