હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. ત્યાં સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે છવાયો વરસાદી માહોલ જાેવા મળ્યો છે. તેમજ જૂનાગઢના વિસાવદરમાં ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. તો રાજકોટના લોધિકામાં ૧ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.
તો રાજકોટના વિંછીયા, ગોંડલ, ધોરાજી, જેતપુરમાં પણ વરસાદ પડ્યો છે.તો સુરેન્દ્રનગરના મુળી, અમરેલીના બાબરામાં પણ વરસાદ પડ્યો છે. તો મહેસાણાના બહુચરાજી, અરવલ્લીના માલપુરમાં પણ વરસાદ વરસ્યો છે. તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. જેમાં વિરમગામના સહિતના આસપાસના ગામડાઓમાં મેઘ મહેર જાેવા મળી હતી.જેમાં હાંસલપુર, સોકલી, ભોજવા, જુનાપાઘર, નીકલીમાં વરસાદ વરસ્યો હતો. તો આગામી ૨ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
Recent Comments