સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તથા જૂનાગઢ જિલ્લા બ્રહ્મસમાજ તેમજ જૂનાગઢ મહાનગર બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મવડિલ વંદના, સ્વાતંત્ર્ય સેનાની તેમજ બ્રહ્મ પત્રકાર સન્માન સમારોહ ના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તથા જૂનાગઢ જિલ્લા બ્રહ્મસમાજ તેમજ જૂનાગઢ મહાનગર બ્રહ્મસમાજ દ્વારાબ્રહ્મવડિલ વંદના, સ્વાતંત્ર્ય સેનાની તેમજ બ્રહ્મ પત્રકાર સન્માન સમારોહ ના ત્રિવિધ કાર્યક્રમનુુ આયોજન કરવામાં આવેલ.જેમાં જૂનાગઢ મહાનગરમાં વસતા ૭૫ કે તેથી વધુ ઉંમરના બ્રહ્મવડિલો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ બ્રહ્મ પત્રકારોનું સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ વડિલો, ૧૧ થી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહિદોના પરિવારો તેમજ શ્રી અતુલ વ્યાસ, શ્રી સાગર ઠાકર, શ્રી વિનુભાઇ જોષી, શ્રી રાકેશભાઇ લખલાણી, શ્રી કમલેશ પંડયા, નૈમિષ ઠાકર સહિત ૩૦ જેટલા ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મિડીયાના પત્રકારોનું શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ થી શ્રી કે.ડી. પંડયા (પ્રમુખ, જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ), શ્રી પ્રફુલભાઇ જોષી (પ્રમુખ,  જૂનાગઢ મહાનગર સમસ્ત બ્રહ્મસમાજ), શ્રી રૂપલબેન લખલાણી (પ્રમુખ, જિલ્લા મહિલા પાંખ), મેહુલ દવે (પ્રમુખ, જિલ્લા યુવા પાંખ) દ્વારા સન્માન કરવામાં આવેલ.સાથોસાથ થોડા સમય પહેલા માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ ના હસ્તે મેડલ મેળવી ચૂકેલ જૂનાગઢના બાહોશ ડી.વાય.એસ.પી. શ્રી પી.જી. જાડેજા સાહેેબનું પણ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ મા મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા..

Related Posts