હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથના આંગણે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના ભવ્ય ઉદઘાટન સમારોહમાં અમદાવાદની ૧૪ વિદ્યાર્થિનીઓ સતત ચાર દિવસ ભરતનાટ્મ નૃત્યની રજૂઆત કરી હતી. અમદાવાદની સંસ્થા નૃત્યભારતીના આ વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દે તેવા પર્ફોમન્સ આપ્યા હતા. આ માટે સંસ્થાની કલાકાર વિદ્યાર્થાનીઓ આ માટે છેલ્લા કેટલાય દિવસોથી પ્રેક્ટિસ કરી રહી હતી. તેઓએ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ મનમોહક પ્રસ્તુતિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નૃત્યભારતી સંસ્થાનાં પ્રણેતા ઇલાક્ષીબહેન ઠાકોર છે. હાલ આ સંસ્થાને તેમના પુત્ર ચંદન ઠાકોર અને પુત્રવધૂ નિરાલી ચંદન ઠાકોર આગળ ધપાવી રહ્યાં છે. જેમના માર્ગદર્શનમાં કલાકારોએ પ્રસ્તુતિ કરી.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમદાવાદની સંસ્થા નૃત્યભારતીના વિદ્યાર્થીનીઓના ભરતનાટ્યમનું મંત્રમુગ્ધ પર્ફોમન્સ આપ્યા


















Recent Comments